////

કોરોના મહામારીના કારણે આલિયા-રણબીરના લગ્ન અટક્યા, અભિનેતાનો ખુલાસો

બોલીવુડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ વર્ષે તેમના રિલેશનને લઇને ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. બંને સ્ટાર થોડા સમયમાં જ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે કામ કરતા દેખાશે. પરંતુ આ વર્ષે બંનેના લગ્નને લઇને પણ ઘણી ચર્ચાઓ ચાલતી હતી. બંને એકબીજાને કેટલા પસંદ કરે છે તે વાત રિયાલિટી શોઝ અને ઇન્ટરવ્યૂમાં આલિયા અને રણબીરે જણાવી હતી, પરંતુ હવે રણબીર કપૂરે આલિયા સાથે લગ્નને લઇને ખુલીને વાતો કરી છે.

ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદ સાથે એક ઇન્ટરવ્યૂમાં રણબીર કપૂરે તમામ અલગ-અલગ મુદ્દાઓ પર વાતચીત કરી હતી. જ્યારે તેને લગ્નને લઇને પ્રશ્ન કરવામાં આવ્યા તો રણબીરે જણાવ્યું કે કોવિડના કારણે આ વર્ષે વસ્તુઓ પ્લાનિંગ મુજબ ન થઇ શકી. રણબીરે જણાવ્યું કે તેઓ આ બાબતે વાતચીત કરી વસ્તુને વધુ ખરાબ કરવા નથી માંગતો. સંભવ છે કે વર્ષ 2021માં બંને લગ્નના બંધનમાં બંધાઈ જાય.

લોકડાઉન અંગે વાત કરતા રણબીર કપૂરે જણાવ્યું કે મારી ગર્લફ્રેન્ડ આલિયા ઓવર અચીવર છે, તેણે આ દરમિયાન ગિટારથી લઇ સ્કિન રાઇટિંગ સુધી દરેકની ક્લાસ લીધી છે. હું હંમેશા તેની સામે એક અંડર અચીવરની જેમ અનુભવું છું. લોકડાઉન દરમિયાન મે કોઈ ક્લાસિઝ નથી લીધા. શરૂઆતમાં અમે પારિવારિક સમસ્યાને લઇને પરેશાન હતાં, પછી મેં વાંચવાનું અને પરિવાર સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું અને હું દરરોજ 2-3 ફિલ્મો જોઇ રહ્યો છું.

કામની જો વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કામ કરતા દેખાશે. ફિલ્મનું ડાયરેક્શન અયાન મુખર્જી કરી રહ્યાં છે અને તેમાં અમિતાભ બચ્ચન પણ મહત્પૂર્ણ ભૂમિકામાં દેખાશે છે. ફિલ્મનું મોટાભાગનું કામ આ વર્ષે કોવિડના કારણે ના થઇ શક્યું, પરંતુ મેકર્સે આ ફિલ્મનો લોગો આ વર્ષે રિલીઝ કરી દીધો હતો. ત્રણ ભાગમાં બનનારી આ ફિલ્મના ટ્રેલરની રાહ ફેન્સ ઘણાં સમયથી જોઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.