///

ન્યૂક્લિયર હથિયારો સુધી પહોંચી ગયા હતા એલિયન્સ, થઈ શકતું હતું વર્લ્ડ વોરઃ પૂર્વ સૈન્ય અધિકારી

રોબર્ટ સાલાસ સહિત 4 પૂર્વ સૈન્ય અધિકારીઓ પરમાણુ હથિયારો સાથે યુએફઓના આ કથિત હસ્તક્ષેપ મામલે વાત કરશે અને સરકારી દસ્તાવેજોનો ખુલાસો કરશે. ચારેય પૂર્વ સૈન્ય અધિકારી 19 ઓક્ટોબર, 2021ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે.

એલિયન્સ પરમાણુ હથિયારો સાથે છેડછાડ કરીને દુનિયાને ત્રીજા વિશ્વ યુદ્ધની આગમાં ધકેલી શકે છે. અમેરિકાના પૂર્વ મિલિટ્રી ઓફિસરે આ સનસનીખેજ દાવો કર્યો હતો. આ ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે, તેમણે એલિયન્સને પરમાણુ હથિયાર પ્રણાલીઓ સાથે છેડછાડ કરતા જોયા હતા. તેઓ ટૂંક સમયમાં જ આ અંગેના પુરાવા પણ રજૂ કરવાના છે.

અમેરિકાના પૂર્વ વાયુસેના અધિકારી રોબર્ટ સાલાસે કરેલા દાવા પ્રમાણે 24 માર્ચ, 1967ના રોજ તેમની તમામ 10 આંતરમહાદ્વીપીય બેલાસ્ટિક મિસાઈલ્સ નિષ્ક્રિય થઈ ગઈ હતી. તે સમેય તેઓ મોન્ટાનામાં માલ્મસ્ટ્રોમ એરફોર્સ બેઝ ખાતે એક ભૂમિગત લોન્ચ સિસ્ટમના ઓન ડ્યુટી કમાન્ડર હતા.

રોબર્ટ સાલાસે કરેલા દાવા પ્રમાણે યુએફઓ (UFO)એ પરમાણુ ઠેકાણાઓ (ન્યુક્લિયર બેઝીસ) પરની હથિયાર પ્રણાલીઓને નિષ્ક્રિય પણ કરી અને પછી તેમણે મિસાઈલ્સને લોન્ચ પણ કરી દીધી. જોકે કાઉન્ટિંગ શરૂ થયું તે સાથે જ લોન્ચિંગ રોકી દેવામાં આવ્યું હતું.

સાલાસના કહેવા પ્રમાણે ઠીક 8 દિવસ પહેલા એટલે કે, 16 માર્ચ, 1967ના રોજ પણ અન્ય એક મિસાઈલ લોન્ચ સિસ્ટમ સાથે આ પ્રકારની ઘટના બની હતી. તેમણે કરેલા દાવા પ્રમાણે એલિયન્સ આ રીતે ત્રીજુ વિશ્વ યુદ્ધ કરાવી શકતા હતા.

રોબર્ટ સાલાસ સહિત 4 પૂર્વ સૈન્ય અધિકારીઓ પરમાણુ હથિયારો સાથે યુએફઓના આ કથિત હસ્તક્ષેપ મામલે વાત કરશે અને સરકારી દસ્તાવેજોનો ખુલાસો કરશે. ચારેય પૂર્વ સૈન્ય અધિકારી 19 ઓક્ટોબર, 2021ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે.

ચારેય પૂર્વ અધિકારીઓએ કરેલા દાવા પ્રમાણે વર્તમાન દશકામાં અનેક ઘટનાઓ માટે એલિયન્સ જવાબદાર છે. તેમાં હથિયાર પ્રણાલી સાથે છેડછાડ કરવામાં આવી હતી માટે તેઓ થોડા સમય માટે નિષ્ક્રિય થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.