//

બરડા અભ્યારણ અને પક્ષી અભ્યારણમાં covid-19 અટકાવવા વનવિભાગ સાબદું બન્યું તમામ પાંજરા સેનિટાઇઝ કરાયા

હાલ દુનિયામાં કોરોના મહામારીએ કોહરામ મચાવી દીધો છે જેમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે કોરોના માણસમાં જોવામાં આવ્યા બાદ હવે વન્ય જીવોમાં આવે તેવી પણ આશંકા વ્યક્ત કરવા માં આવી રહી છે તેથી પોરબંદર વનવિભાગ દ્રારા બરડા અભ્યારણમાં વસવાટ કરતા વન્યજીવોને કોરોનાની અસર પહોંચે તે પહેલા જ વન વિભાગે આગમચેતીના પગલાં ભરવાની કામગીરી શરૂ કરી છે બરડા અભ્યારણમાં વસવાટ કરતા વન્યજીવો કોરોના સંક્રમિત ના બને અને તેમની સારસંભાળ લેનારને પણ કોરોના અસરના થાય તેના ભાગરૃપે વનવિભાગે આજે સવાર થી બરડા અભ્યારણમાં વસવાટ કરતા 4 સિંહ,90 ચિતલ,30 સાબરને પાંજરામાં રાખવામાં આવેલ છે

આ પાંજરામાં રાખવામાં આવેલા સિંહ ચિતલ અને સાબરને કે તેમની દેખભાળ કરનારને અસરના થાય તેના માટે સતત સેનિટાઇઝ કરવામાં આવે છે તેમજ દેખભાળ કરનારને પણ માસ્ક હેન્ડ ગ્લોઝ અને સેનિટાઇઝરનો સતત ઉપયોગ કરવાની વનવિભાગના અધિકારીએ સૂચના આપી છે પ્રાણીઓને આપવામાં આવતા ખોરાક ની પણ તકેદારી રાખવામાં આવતી હોવાનું વન વિભાગના એ,સી,એફ,ડી,જે પંડયાએ જણાવેલ હતું ભારત સરકારના વન અને પર્યાવણ વિભાગની ગાઈડ લાઈન મુજબ covid-19 પ્રાણીઓમાં અટકાવવા પ્રયાસ શરૂ કરેલ છે તેમજ પક્ષી અભ્યારણમાં પણ તમામ કામગીરી કરવામાં આવી રહી હોવાનું  જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published.