////

ગુજરાત યુનિવર્સીટી બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો નિર્ણય, આ તારીખ પછીની તમામ પરીક્ષાઓ રદ્દ

કોરોનાની વધતી મહામારીમાં ગુજરાત રાજય સરકારની ગાઈડલાઈન મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો. નીતિન પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજય દેશાણી દ્વારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે પરીક્ષાઓ ચાલુ છે તેમાં આવતીકાલ શુક્રવારનું છેલ્લુ પેપર યથાવત રાખી લેવામાં આવશે.

ગુજરાત રાજય સરકારની ગાઈડલાઈન અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી 20 માર્ચ પછી શરૂ થનારી તમામ પરીક્ષાઓ મોકુફ રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ભવન તથા સંલગ્ન કોલેજોમાં આવતીકાલે શુક્રવારથી ઓનલાઈન શૈક્ષણીક કાર્ય ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે ઓફલાઇન પરીક્ષાને બદલે ઓનલાઈન પરીક્ષા યોજવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.