///

ઇન્ડિગોની તમામ ઇન્ટરનેશનલ ફ્લાઈટ 30 એપ્રિલ સુધી રદ્દ, વૉલેટમાં મળશે રિફંડ

દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા કેસને જોતા ઇન્ડિગો એયરલાઇન્સએ પોતાની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોને 30 એપ્રિલ સુધી રદ્દ કરી દીધી છે. એયરલાઇન્સ તરફથી મળતી માહિતી મજબ જે યાત્રિઓએ 30 એપ્રિલ સુધીની કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં ટિકીટ બુક રાખી હતી તેમના પૈસા credit shellમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ સાથેજ ક્રેડિટ શેલ દ્વારા આવનાર એક વર્ષમાં કોઈ પણ દિવસની યાત્રા માટે તમે ટિકીટ બુક કરાવી શકો છોટિકીટ રદ્દ થતા જ ઇન્ડિગો ભાડાની રકમને ગ્રાહકના નામથી એક વૉલેટમાં નાખી દેશે, વૉલેટનું બેલેન્સ કોઈપણ યાત્રી ઇન્ડિગોની વેબસાઈટ પર એડિટ બુકિંગના વિકલ્પમાં જોઈ શકે છે, યાત્રીઓએ નવી બુકિંગ કરતા સમયે ક્રેડિટ શેલ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published.