વસોયાનો વાણી વિલાસ

દેશમાં વિવાદીત નિવેદનો આપતા રહેવું અને એકબીજા સામે આકરા પ્રહરો કરી વિવાદ ઉભો કરવો  તે એક રાજનેતાઓમાં પરંપરા બની ગઇ છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ફરીવાર વિવાદીત નિવેદન આપીને વિવાદોમાં સપડાયા છે. લલિત વસોયાએ દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારમન પર આકરા પ્રહાર કરતું વિવાદીત પોસ્ટર શોશિયલ મીડિયામાં વાયરલ કર્યુ છે. વાયરલ થયેલા પોસ્ટરમાં લખ્યું હતુ કે, નાણામંત્રી કહેશે કે વાયગ્રાના કારણે ભારતમાં વસતી વધારો થઇ રહ્યો છે.

કોંગ્રેસનાં ધોરાજી ઉપલેટાનાં ધારાસભ્ય લલિતા વસોયા ભાન ભૂલ્યા છે. તેમણે અપલોડ કરેલું પોસ્ટર શોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહુ છે. જે પોસ્ટરમાં તેમણે નાણામંત્રી સીતારમનને ખોટું બોલવામાં ગોલ્ડ મેડલ મળવો જોઇએ. નાણામંત્રી કહેશે કે વાયગ્રાના કારણે ભારતમાં વસ્તી વધારો થઇ રહ્યો છે. આવા પોસ્ટરથી લલિત વસોયાની રાજનૈતિક પાર્ટીઓમાં આકરી ટીકાઓ થઇ રહી છે. જાહેરમાં આવા અભદ્વ પોસ્ટરો લગાડવા તે એક રાજનેતાને શોભે ખરા ? આવા પોસ્ટરો લગાડવા તે કેટલા વ્યાજબી છે.

તેમણે શોશિયલ મીડિયામાં અપલોડ કર્યા બાદ મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ છે કે, કોઇનું અપમાન કરવા માટે આ પોસ્ટ કરી નથી. લલિતા વસોયાએ નિવાદન આપી પોતાનો લુંલો બચાવ કર્યો છે. પરંતુ તેમના અપલોડ કરેલા પોસ્ટરથી તેમની ચર્ચાઓ થઇ રહી છે. તેમનું વર્તન અશોભનીય છે તેવું ભાજપના નેતાઓ જણાવી રહ્યા છે. 

Leave a Reply

Your email address will not be published.