///

બિહારમાં વિભાગોની ફાળવણી, નીતિશકુમારે ગૃહમંત્રાલય પોતાની પાસે રાખ્યું

બિહારમાં JDUના અધ્યક્ષ નીતિશ કુમારની આગેવાની ધરાવતી NDAની સરકાર બની ગઇ છે. ત્યારે નીતિશ કુમાર અને બે નાયબ મુખ્યપ્રધાન તારકિશોર પ્રસાદ તેમજ રેણુ દેવી સહિત અન્ય પ્રધાનોએ સોમવારે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા.

આ શપથ ગ્રહણ બાદ મંગળવારે વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. જેમાં મુખ્યપ્રધાન નીતિશ કુમારે પહેલાની જેમ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે. જ્યારે નાયબ મુખ્યપ્રધાન તાર કિશોર પ્રસાદને સુશીલ મોદી પાસેના તમામ મંત્રાલય આપ્યા છે, જેમાં નાણા વિભાગ પણ સામેલ છે.

તો બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન રેણુ દેવીને પંચાયતી રાજ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. તો વિજય ચૌધરીને ગ્રામીણ વિકાસ, જળ સંસાધન અને સંસદીય કાર્ય મંત્રાલય આપવામાં આવ્યુ છે. જેડીયુ કોટાથી આવતા અશોક ચૌધરીને ભવન નિર્માણ તેમજ લઘુમતી કલ્યાણ પ્રધાન બનાવવામાં આવ્યા છે. જ્યારે મેવાલાલ ચૌધરીને શિક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા છે. મંગલ પાંડેયને સ્વાસ્થ્ય અને પથ નિર્માણ વિભાગની જવાબદારી સોપવામાં આવી છે.

 • જાણો બિહારમાં કોને મળ્યો ક્યો વિભાગ
 • મુખ્યપ્રધાન નીતિશકુમાર : ગૃહ વિભાગ, કાયદો અને વિજિલન્સ, કેબિનેટ, ચૂંટણી અને અન્ય વિભાગ જે કોઈ પણ પ્રધાનને સોંપવામાં નથી આવ્યા
 • તારકિશોર પ્રસાદ : નાણામંત્રી, પર્યાવરણ અને વન વિભાગ, આઈટી વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, શહેરી વિકાસ વિભાગ
 • રેણુ દેવી : પંચાયતી રાજ વિભાગ, પછાત જાતિ ઉત્થાન અને EBC કલ્યાણ, ઉદ્યોગ વિભાગ
 • વિજય ચૌધરી : ગ્રામીણ વિકાસ વિભાગ, જળ સંસાધન વિભાગ, સૂચના અને પ્રસારણ વિભાગ, પાર્લિયામેન્ટ્રી અફેર્સ
 • વિજેન્દ્ર યાદવ : ઉર્જા, ખાદ્ય અને ઓથોરિટી વિભાગ
 • મેવાલાલ ચૌધરી : શિક્ષણ વિભાગ
 • શીલા કુમારી : પરિવહન વિભાગ
 • સંતોષ માંઝી : સિંચાઈ વિભાગ, એસસી/એસટી કલ્યાણ વિભાગ
 • મુકેશ સાહની : પશુપાલન અને મત્સ્ય વિભાગ
 • મંગળ પાંડે : સ્વાસ્થ્ય, પથ નિર્માણ, કળા અને સંસ્કૃતિ વિભાગ
 • અમરેન્દ્ર પ્રતાપ સિંહ : કૃષિ વિભાગ, કોઓપરેટિવ, શેરડી વિભાગ
 • રામપ્રીત પાસવાન- PHED વિભાગ
 • જીવેશ મિશ્ર : ટુરિઝમ, લેબર અને માઈન્સ વિભાગ
 • રામસૂરત રાય : રેવન્યૂ, કાયદો વિભાગ

Leave a Reply

Your email address will not be published.