ગુજરાત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા છ મહિના બાદ સુરત પરત ફરશે. પાટીદાર આંદોલનમાં સુરતના કન્વિનરઅલ્પેશ કથિરીયા સામે નોંધાયેલા કેસમાં 6 મહિના જેલ અને ત્યારબાદ કોર્ટે 6 મહિના સુરતની બહાર રહવાનો આદેશકર્યો હતો. જેથી અલ્પેશ 6 મહિના નવસારીમાં રહ્યા બાદ આજે કોર્ટે ફટકારેલી સજાની અવધિ પૂર્ણ થતા પરત સુરતફરશે.

અલ્પેશના સુરત ફરવાને લઈને રાજ્યભરના પાસ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ ફેલાયો છે. આજે સવારથી જ નવસારીનાઅલ્પેશના નિવાસે પાસ કાર્યકર્તાઓએ પહોંચી બુકે અને હાર પહેરાવી અલ્પેશને અભિનંદન પાઠવ્યા હતા.

સુરતમાં સ્વાગત માટેની તૈયારી આરંભી હતી. જ્યારે અલ્પેશે સુરત ગયા બાદ પાસ નેતા હાર્દિક પટેલ સહિત આગેવાનોનેમળીને આગળની રણનીતિ પર ચર્ચા કરવા સાથે જ સમાજ અને પાસ આંદોલનના અટકેલા મુદ્દાઓને વેગ આપવાની વાતકરી હતી.
