//

અલ્પેશ ઠાકોરની કોર કમિટી પૂર્ણ : LRD પરિપત્ર મામલે શું કરાયો નિર્ણય? જાણો

ભાજપના નેતા અને ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરે સરકાર સાથે ચર્ચા કર્યા બાદ જણાવ્યુ હતુ કે, ઠરાવ ગેરબંધારણીય છે અને ઠરાવ રદ્દ થવો જોઇએ. ૭૦ દિવસથી ગરીબ દીકરીઓએ આંદોલન ચલાવે છે. નોકરીઓનાં મૂળમાં નોકરી છે અમે વાત પહોંચાડવામાં સફળ રહીએ છીએ.

એક વર્ગ કહે છે કે, જીઆર રદ્દ થવો જોઇએ જયારે એક વર્ગ જીઆર રદ્દ થવો જોઇએ નહીં. આવી બાબતને લઇને અલ્પેશ ઠાકોરે સેના સાથે ચર્ચા કર્યા બાદ જમાવ્યુ હતુ કે, દેશમાં આવો ઠરાવ કયાંય થયો નથી. જીઆરમાં સુધારો થઇ રહ્યો છે. કોર્ટમાં જવાબ આપવો સરકારનો તર્ક છે.

આવનારી કોઇ પણ ભરતીમાં જીઆરમાં સુધારા નહીં થાય વધુમાં અલ્પેશે જણાવ્યુ હતુ કે, સરકારમાં બેસેલા લોકો પણ જાણે છે અને સ્વીકારે છે કે, જીઆર ગેરબંધારણીય છે. અમારી સ્પષ્ટ માંગ છે કે, જીઆર રદ્દ કરવો જ પડશે.

1 Comment

  1. GR રદ થવોજ જોઈએ. Gr રદ નહી થાય તો સરકાર ઉપર પ્રજાનો જે અતુટ વિશ્વાસ છે તે વિશ્વાસ તુટી જશે. જે આવનાર દિવસો મા ચાલુ સરકારે ભોગવવાનો વારો આવશે. આવુ ના થાય એ માટે એક સર્વોપરી નિર્ણય લેવો જોઈએ. કોઈ એક જાતિ કે ધર્મ માટે નહી પણ સમગ્ર ગુજરાતની પ્રજા ને ધ્યાનમા રાખી સરકાર Gr ને રદ કરે અને એક સાચી દિશામા પગલાં ભરે.

Leave a Reply

Your email address will not be published.