ગુજરાતમાં વ્યસન મુક્તિ અને બેરોજગારી મુદ્દે આંદોલન ચલાવનાર ઠાકોર સમાજના યુવા નેતા અને ભાજપના વરિષ્ઠ નેતા અલ્પેશ ઠાકોરના પુત્ર ઉત્સવ ઠાકોરે સાદગી પૂર્વક ઉત્સવ ઉજવી લેતા ઠાકોર સમાજમાં હર્ષની લાગણી ફેલાયેલ છે. થોડા સમય પહેલા જ અલ્પેશ ઠાકોરે પોતાના જ ભત્રીજાના લગ્ન ધામધૂમથી કર્યઆ હતા. પરંતુ સમાજમાં એક દાખલો બેસાડવા ગરીબ પરિવારની પિતા વગરની દીકરી સાથે પોતાના દીકરાના લગ્ન કરી સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.

ગુજરાતમાં પોતાનું આગવું સ્થાન ધરાવનાર અને ઠાકોર સમાજ માંથી ઘણી બધી શીખ મેળવી વ્યસનમુક્તિ બેરોજગારી જેવા અનેક મુદ્દા લઇ સરકાર સામે મોરચો માંડનાર અલ્પેશ ઠાકોર સમાજના અગ્રણી નેતા છે અલ્પેશ ઠાકોરના પુત્ર ઉત્સવના લગ્ન ખુબ જ સાદગી સભર કરી એક ગરીબ પરિવારની પિતાની વગરની દીકરી ઉર્વી સાથે લગ્ન કરી ઠાકોર સમાજને એવો મેસેજ આપ્યો છે કે પૈસો અને રાજકીય બળ હોવા છતાં પણ પોતે પોતાના સમાજના કુરિવાજોને અને માભ અને ઠાઠને બદલે સાદગી સભરના લગ્ન કરી સમાજને પણ આવા જ લગ્નમાં જોડાવાનું અલ્પેશે આહવાન કર્યું.

કોની સાથે કર્યા લગ્ન ?
ઉત્સવ અલ્પેશ ઠાકોરે થરાની વતની અને ગરીબ પરિવારમાં ઉછરેલી સ્વ.દિનેશભાઇ ઠાકોરની લાડકોડથી પુત્રી ઉર્વી સાથે 30 જાન્યુઆરીના રોજ વસંતપંચમીના દિવસે સાદગી સભર રીતે કર્યા છે. ઉર્વીએ બાળપણમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. ઉર્વીના પણ ઘણા અરમાનો હતા કે તેને પિતા સમાન સસરા મળે ત્યારે અલ્પેશ ઠાકોરનો પરિવાર ઠાકોર સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. ત્યારે અલ્પેશ ઠાકોરને સંતાનોમાં બે પુત્ર જ છે ત્યારે ઉર્વી પિતાની ખોટ ન વર્તાય અને એટલા જ લાડકોડ સાથે પુત્રવધૂને લક્ષમીજીની જેમ પોતાના પરિવારની પુત્રવધુ બનવાનો અલ્પેશ ઠાકોરનો પરિવાર કહી રહ્યો છે.
મહત્વની વાત છે કે 2017ની ચૂંટણી પૂર્ણ થયા બાદ અલ્પેશ ઠાકોરના ભત્રીજા લગ્ન અમદાવાદના એસજી હાઇવે પર પાર્ટી પ્લોટમાં ભય રીતે યોજયા હતા. આ સમારોહમાં ગુજરાતના નામી અનામી નેતાઓ ઉપસ્થિત રહયા હતા. પરંતુ આજે સમાજમાં વધતા જતા દુષણને ડામવા અલ્પેશે ખોટા ખર્ચોને નેવે મુક્કી પોતાના જ પુત્રના લગ્ન સાદગીથી કરી પોતાની વ્યસન મુક્તિ સમાજ એકતા અને પોતાનું રાજકીય કદ જાળવી રાખવા સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પડ્યું છે.

સાચા સમાજ સૅવક ની આ નિશાનીઓ છૅ સલામ અલપૅશ ભાઇ