/

અલ્પેશ ઠાકોરની ચિમકીથી સરકારના પગ તળેથી જમીન ખસી ગઇ : નેતાઓને સરકારે મીટિંગમાં બોલાવ્યા

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતનું રાજકારણ ડોળમડોળ બની ગયુ છે. કારણકે ગાંધીનગર અને રાજયનાં અલગ-અલગ જિલ્લાઓમાં એલઆરડી વિવાદીત પરિપત્રના પગલે અનામત બિનઅનામત આંદોલનો પૂરજોશમાં ચાલી રહ્યા છે. આંદોલનનું અનેક સમાજો આંદોલનોને સર્મથન કરી રહ્યા છે. પરંતુ ૨ મહિના સુધી સરકારના પેટનું પાણી પણ હલતુ નહતું. અચાનક જ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે સરકારને ચિમકી આપી હતી કે, સરકાર એલઆરડી વિવાદનો અંત ૪૮ કલાકમાં નહીં લાવે તો અલ્પેશ ઠાકોર તેનાં સમર્થકો સાથે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી કુચ કરશે.

હજુ કલાકોનો સમય બાકી છે ત્યાંજ સરકારના પગ તળેથી જમીન સરકીને અલ્પેશ ઠાકોર સહિતનાં નેતાઓને મુખ્યમંત્રી નિવાસ સ્થાને સરકારે બેઠક કરવા બોલાવી દીધા. બેઠકમાં મુખ્યમંત્રી અને અલ્પેશ ઠાકેર વચ્ચે હાલ મંત્રણા ચાલી રહી છે અને આવતી કાલે ૧૭ ફેબ્રુઆરીએ અલ્પેશ ઠાકોર આશ્રમથી ગાંધીનગર સુધીની કુચ ના કરે તેના પણ મનામણા સરકાર કરી રહી છે. જોવાનું એ છે કે વિવાદીત પરિપત્રનું કોઇ નક્કર પરિણામ આવશે કે અલ્પેશ ઠાકોરે આપેલી ચિમકીને વળગીને કુચ કરશે. 

1 Comment

Leave a Reply

Your email address will not be published.