/

અલ્પેશ ઠાકોરની અનોખી પહેલ, જવાબદારી નિભાવવાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું

કોરોના વાયરસ ધીમે ધીમે ગુજરાતને ભરડડામાં લઈ રહ્યો છે અનો અત્યાર સુધી રાજ્યભરમાંથી કુલ 44 કેસો સામે આવ્યા છે.. કોરોનાના સંક્રમણ સામે વિવિધ ક્ષેત્રના કર્મચારીઓ અને ભાજપ, કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ આર્થિક મદદ કરવામાં આવી રહી છે..ત્યારે ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર દ્વારા અનોખી પહેલ કરાઈ છે.. દેશમાં કોરોના વાયરસથી પીડાતા દર્દીઓનો આંકડો વધતો જાય છે તેમ છતા લોકો સામાજિક અંતર અને સેનિટાઈઝિંગ કે સ્વચ્છતાના મુદ્દાને ધ્યાનમાં લેતા નથી.. ત્યારે ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર દ્વારા કોરોના જેવી મહામારીને માત આપવા અનોખી પહેલ કરાઈ છે.. અલ્પેશ ઠાકોરે પોતાના ઘરને સેનિટાઈઝ કરી પોતાની જવાબદારી જાતે નિભાવવાનું ઉત્તમ ઉદાહરણ લોકો સમક્ષ રજૂ કર્યો છે.. અલ્પેશ ઠાકોરે પોતાના નિવાસ સ્થાને જાતેજ ઘરને સેનીટાયઝરનો સ્પ્રે કરી લોકો સુધી સ્વચ્છતાને સંદેશ પહોંચાડ્યો છે.. ઉલ્લેખનીય છે કે રાજનીતિના રણમાં નેતાઓ અને ધારાસભ્યો પોતાની અલગ ભૂમિકા ભજવતા હોય છે પરંતુ કોરોના જેવી મહામારીને માત આપવા વિવિધ નેતાઓ અને ધારાસભ્યોએ પહેલ કરી છે…

Leave a Reply

Your email address will not be published.