//

દારૂબંદી મુદ્દે અલ્પેશ ઠાકોરે બંદ ચેકપોસ્ટ શરૂ કરવાની કરી માંગ

ગુજરાતમાં દારૂબંદીની વાતો વચ્ચે ભાજપના જ આગેવાન ઠાકોર સમાજના યુવાનેતા અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં બંદ કરવામાં આવેલી ચેક પોસ્ટ શરૂ કરવાની વાત ઉચ્ચારી છે એક સમયે અલ્પેશ ઠાકોર વ્યસન મુક્તિ અને દારૂબંદી મામલે લડત ચાલવતા હતા હવે પોતે સત્તાધારી પક્ષ સાથે જોડાયેલ છે ત્યારે અલ્પેશ ઠાકોરના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે સરકાર દારૂબંદીની વાતો કરે છે તો પણ ગુજરાતમાં દારૂનું વેચાણ થઇ રહ્યું છે જેના કારણે યુવાન બરબાદ થઇ રહ્યું છે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતુ કે અમારી મુહિમથી ઠાકોર સમાજના 80 % લોકોએ વ્યસનમાંથી મુક્તિ મેળવી છે પરંતુ ધનિક અને ભદ્ર સમાજ દારૂની લતમાં ચડી ગયો હોવાની વાતને દુઃખ સાથે વ્યક્ત કરી હતી સરકારે અમારી મુહિમ બાદ કાયદો કડક બનાવ્યો છે

કાયદાની સાથે સ્થાનિક રાજકીય આગેવાનો એ સક્રિય બજાવવી જોઈએ દારૂના દુષણને દૂર કરવા સમાજ આગેવાનો અને રાજકીય માધાંતાઓ એ આગળ આવવાની તાતી જરૂર છે,અલ્પેશ ઠાકોરે જવું હતું કે સરકાર જે મહત્વની ચેકપોસ્ટ હટાવી છે તે પુનઃજીવિત કરવી જોઈ એ જેથી ખેપીયા અને બુટલેગરોને ઝડપી પાડવામાં પોલીસને સરળતા રહે અને દારૂની આવક ઘટે અને યુવાધનને બચાવી શકાય નાનામોટા તમામ રસ્તા પર નાની ચેક પોસ્ટ અને પોલીસ પોઇન્ટ મૂકીને સરકારે કાયદા નો કડક અમલ કરાવવો જોઈ એ તેમ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું છેલ્લા બે દિવસમાં ચર્ચામાં આવેલા મામલામાં ભાજપ અને કોંગ્રેસ બન્ને ભાષણબાજી કરી રહ્યા છે પરંતુ દારૂનું દુષણ દૂર કરવા હવે રાજકારણીઓ એજ સક્રિય ભૂમિકા ભજવવી પડશે તેમાં બે મત નથી  

Leave a Reply

Your email address will not be published.