//

ઇન્સ્ટાગ્રામનાંં માધ્યમથી થયા લગ્ર પણ આવ્યો આવો કરૃણ અંજામ

શોશિયલ મીડિયાનાં માધ્યમથી અજાણ્યા લોકો સાથે સંપર્કમાં આવીને મિત્રતા કેળવવીને સંબંધ રાખતા લોકોને આંખ ઉધાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાંકાનેરની યુવતી અજાણયા યુવકનાં શોશિયલ મીડિયાનાં માધ્યમથી સંર્પકમાં આવી અને મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઇ અને લગ્ર સુધી પહોંચી ગઇ હતી. લગ્ર બાદ યુવતીને જાણ થઇ કે તેનો પતિ ગુનાહિત પ્રવૃતિઓ સાથે જોડાયેલો છે અને તેની સાથે છેતરપીંડી થઇ છે.


વાંકાનેરમાં પરિવાર સાથે રહેતી યુવતી ઇન્ટાગ્રામના માધ્યમથી ચોટીલા રહેતા યુવકનાં સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ પાંગળતા લગ્ર કરી લીધા હતાં. જો કે લગ્ર બાદ યુવતી છેતરપીંડીનો ભોગ બની હતી. જેમાં યુવકે યુવતીને જુઠાણુ બોલાવીને લગ્ર કર્યા હતાં. યુવતીને લગ્ર બાદ પતિ પર અનેક પ્રકારનાં પોલીસ કેસ ચાલતા હોવાની જાણ થઇ હતી. જેથી યુવતીએ તેનાં પતિ વિરુદ્વા ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. વાંકાનેરમાં ચંદ્વપુરના રહેવાસી યુવતીએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, ચોટીલાનો રહેવાસી ઓએજાજ ઇલ્યાસ સાથે લગ્ર બાદ તે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાની જામ થઇ હતી. જેથી લગ્ર રદ્દ કરવા વાંકાનેરનાં કોર્ટમાં દીવાની દાવો દાખલ કર્યો હતો. બાદમાં યુવકે યુવતીને બિભત્સ ગાંળો આપીને ધાક-ધમકીઓ આપી હતી અને લગ્ર થયેલા પાંચ લાખનો ખર્ચો થયો છે જેથી ૫ લાખ પાછા આપો તેવી માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published.