///

રાજકારણમાં નહિ રામકથામાં વ્યસ્ત છું : અમરીશ ડેર

રાજ્યસભાની ચૂંટણી નજીકના દિવસોમાં યોજવાની છે ત્યારે કેટલાક ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જાય અથવા રાજીનામુ ધરી ઘરે બેસી જાય તેવી વાતોથી રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું નથી રાજકારણમાં વ્યસ્ત હું તો છું રામકથાના આયોજનમાં વ્યસ્ત છતાં મારો પક્ષ કોંગ્રેસ છે તે નક્કી છે અને પક્ષ કહેશે તેને જ મત આપીશ અને પક્ષ કહેશે તેમ કરીશ મારો પક્ષ કોંગ્રેસ છે મારી માતૃ સંસ્થા પણ કોંગ્રેસ છે હું જે પક્ષ તરફથી આગળ આવ્યો તે પક્ષ સાથે ક્યારેય ગદ્દારીન કરી શકું હાલ રાજુલામાં મુરારીબાપુની રામ કથાનું આયોજન ચાલી રહ્યું છે તેમાં વ્યસ્ત છું હું કોઈ રાજકારણની બાબતમાં હાલ પડવા નથી માંગતો કે નથી ક્યારેય પડ્યો હું સેવામાં માનું છું સંપત્તિમાં નહીં એવું રાજુલા ના કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ દેરે સમાચારવાલા સાથેની ટેલિફોનિક વાત માં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.