//

રામનામનાં મત બાદ હવે રામ નામથી ચાલશે ટ્રેન – જાણો રામાયણ નામની ટ્રેનની ખાસિયત

આઇઆરસીટીસીની ટુરિસ્ટ રામાયણ એકસપ્રેસ ટ્રેન ૨૮ માર્ચથી શરૃ થશે. ટ્રેનની યાત્રા ૧૬ રાત અને ૧૭ દિવસની હશે. રામાયણ એકસપ્રેસ ટ્રેનમાં એસી કોચ લગાડવામાં આવ્યા છે. ટ્રેનમાં સફળ કરતા ભકતોને પ્રભુરામ સાથે સંકળાયેલી જગ્યાઓના દર્શન કરાવશે. અયોધ્યામાં રામ જન્મભૂમિ અને હનુમાન ગઢી, નંદી ગામનું ભારત મંદીર, સીતામઢીનું સીતા મંદીર, નેપાળનું જકપુર, બનારસના તુલસી માનસ મંદીર અને સંકટ મોચન મંદીર, પ્રયાગનાં ત્રિવેણી સંગમ, હનુમાન મંદીર અને ભારદ્વાજ આશ્રમ, શ્રુગવેરપુર શ્રુંગી શ્રષિ મંદીર, ચિત્રકુટના રામઘાટ અને સતિ અનુસૂઇયા મંદીર, નાસિકના પંચવટી, હમ્પી અને રામેશ્વરમાં દર્શન કરાવશે.

ટ્રેનનાં ડબ્બાઓ પર જયાં રામની સમગ્ર જીવનની સમગ્ર યાત્રાની પેન્ટિંગો કરેલા ટ્રેનમાં જોવા મળશે. રામાયણટુર પેકેજમાં સ્વીપર કલાસની ૩૬૦ સીટો છે અને એક વ્યકિતને ૧૦,૦૬૫ રૃપિયા ચૂકવવા પડશે. જયારે એસી કલાસ માટે ૨૬,૭૭૫ રૃપિયા ચુકવવા પડશે. આ ટુરમાં મુસાફરોને માત્ર શાકાહારી ભોજન આપવામાં આવશે. તેમજ ધર્મશાળા, હોટલ અને સ્થાનિક મુસાફરી માટે બસ સેવા પણમળી રહેશે.

Leave a Reply

Your email address will not be published.