//

એમઝોન આપી રહ્યાં છે અનોખી નોકરીની તક…

હવે વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની એમેઝોનમાં નોકરી મેળવી શકો છો. આ નોકરીમાં માત્ર રોજના 4 કલાક જ કામ કરવાનું પડશે. આ કામ ડિલીવરી બૉયનું છે. જેમાં પણ એટલી જ મહેનત છે, જેટલી અન્ય નોકરીમાં હોય છે. જોકે, અહી કમાણી ઘણી સારી થાય છે. અત્યારે કંપની 20 હજાર લોકોને નોકરી પર રાખશે. દિલ્હીમાં એમેઝોનના લગભગ 18 સેન્ટર છે. આવા જ મોટાભાગના શહેરોમાં એમેઝોનના સેન્ટર છે. તમામ પેકેજને ગ્રાહકના એડ્રેસ સુધી પહોચાડવામાં આવે છે. એમેઝોન સેન્ટરથી લગભગ 10-15 કિલોમીટરના એરિયામાં પેકેજ ડિલીવર કરવામાં આવે છે.

આ ઉપરાંત ડિલિવરી બોયની નોકરી માટે સીધા એમેઝોનની સાઇટ https://logistics.amazon.in/applynow પર અરજી કરી શકાય છે. આ સિવાય એમેઝોનના કોઇ પણ સેન્ટર પર જઇને નોકરી માટે અરજી પણ થઈ શકે છે. મોટાભાગના સેન્ટરમાં ડિલીવરી બોયની જગ્યા હંમેશા ખાલી રહે છે. ડિલીવરી બોયના ભાગમાં તે પેકેજ આવે છે જે તેના એરિયા હોય છે. ડિલીવરી બોયનું કહેવુ છે કે, તે એક દિવસમાં લગભગ 4 કલાકમાં 100-150 પેકેજ ડિલીવર કરી દે છે.

મહત્વનું એ છે કે, ડિલિવરી બોયને દર મહિને નિયમિત પગાર મળે છે. એમેઝોનમાં ડિલીવરી બોયને 12થી 15 હજાર રૂપિયાનો ફિકસ્ડ પગાર મળે છે. એક પ્રોડક્ટ અથવા પેકેજને ડિલીવર કરવા પર 15થી 20 રૂપિયા મળે છે. ડિલીવરી સર્વિસ આપનારી કંપની અનુસાર, જો કોઇ મહિનો કામ કરે છે અને રોજ 100 પેકેજ ડિલીવર કરે છે તો આરામથી 60000-70000 રૂપિયા મહિના કમાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.