////

અમદાવાદમાં શનિ-રવિવારે લોકડાઉન લાદવાની અફવા અંગે મોટા સમાચાર સામે આવ્યા

અમદાવાદ અને સુરતમાં કોરોનાને કાબુમાં લેવા તંત્રએ કડક નિયંત્રણો મૂક્યા છે. અમદાવાદ શહેરમાં બાગ-બગીચા, જીમ અને શાળા-કોલેજો તેમજ શનિ-રવિવારે મોલ-થિયેટર પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે અમદાવાદમાં લોકડાઉન આવવાની અફવા વાયુવેગે ફેલાઈ રહી છે. લોકોમાં આ મુદ્દે સતત ચર્ચા થતા એએમસીને ખુલાસો આપવો પડ્યો છે. અમદાવાદમાં શનિવારે અને રવિવારે લોકડાઉન થવાની વાત ખોટી હોવાનું એએમસીએ કહ્યું છે. તેમજ અફવાઓને ન ફેલાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને અપીલ કરી છે. શનિવાર અને રવિવારે માત્ર મોલ અને થિયેટર જ બંધ છે.

અમદાવાદમાં લોકડાઉનની અફવા અંગેની મોટી ખબર સામે આવી છે. AMCએ અમદાવાદમા લોકડાઉનની અફવાઓનું ખંડન કર્યું છે. AMC એ ખુલાસો કરતા જણાવ્યું કે, હાલ કોઈ લોકડાઉન થવાનું નથી. શનિ-રવિવારે માત્ર મોલ અને થિયેટર બંધ છે. લોકડાઉન અંગેના ખોટા સમાચાર વહેતા થયા છે. AMC દ્વારા સોશિયલ મીડિયા પર પણ આ વાતનો ખુલાસો કરાયો છે.

બીજી તરફ AMC દ્વારા મહત્વની બેઠક યોજાઈ હતી. અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં AMCના તમામ ઉચ્ચ અધિકારીઓ અને હેલ્થ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સતત વધી રહેલા કોરોના કેસની અને હાલમાં લેવાયેલા વિવિધ નિર્ણયની બેઠકમાં સમીક્ષા કરાઇ હતી. તેમજ બેઠકમાં શહેરમાં કોરોના ટેસ્ટના ડોમ વધારવાનો નિર્ણય લેવાયો છે. તેમજ વેક્સિનેશનની પ્રક્રિયાને વધુ તેજ અને આક્રમક બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ અમદાવાદમાં નવા વેકસિનેશન સેન્ટર પણ ઉભા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.