/

અમદાવાદ મ્યુ.કો. ના મનફાવે તેવા ઉધરાણાનો પર્દાફાશ- અધિકારીઓમા હડકંપ

અમદાવાદના ઈતિહાસમાં સૌથી ઓછા સમયમાં તપાસ પૂર્ણ કરીને કાર્યવાહી કરવાનો નવો વિક્રમ બુધવારે રચાયો છે. સાબરમતી રીવરફ્રન્ટ પાર્કીગના ઠેકેદાર દ્વિચક્રી વાહન માટે રૂ.5ના બદલે રૂ.10 લેતા હોવાની કોપોર્રટરે ફરીયાદ કરી હતી. રીવરફ્રન્ટ ડે. મ્યુનિ. કમીશ્નર આર. કે. મહેતાએ રૂ.5ની ગેરરીતિની તપાસ કરવા માટે ભર તડકે ચાર થી પાંચ કલાક ઉભા રાખ્યા હતા. સાંજ સુધીમા તો નોટીસની કાર્યવાહી પણ પૂર્ણ થઈ ગઈ હતી.ગેરરીતિમાં માત્ર 8 કલાકમાં જ કાર્યવાહી પૂર્ણ કરવામા આવી હતી. કાર્યવાહી કોઈના દબાણ વશ અથવા ભેદભાવ યુક્ત કરવામા આવી હોય તેવી ચર્ચા પણ ચાલી રહી છે. અમદાવાદ મહાનગર પાલિકામાં (અમપા) રૂ. પાંચની ગેરરીતીના આક્ષેપને સાચો સાબિત કરવા માટે ઉચ્ચ અધિકારીને પાંચ કલાક સુધી દોડાવામાં આવ્યા હતા.આદેશ આપનાર ડે.મ્યુનિ કમીશનરનું કાર્યક્ષેત્ર દક્ષિણઝોનમાં છે જ્યાં નિયમીત હાજરી આપવાના બદેલ દાણાપીઠના મુખ્ય મથક ખાતે રહેવાનું વધું પસંદ કરે છે. તેમની સામે ખુલ્લે આમ આક્ષેપ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.