///

કોરોના સામે લડવા અ.મ્યું.કો નમસ્તે અમદાવાદ લોન્ચ કર્યુ

શહેરમાં કોર્પોરેશન દ્વારા નમસ્તે અમદાવાદ અભિયાનની શરૂવાત કરવામાં આવી છે.જેમાં વિવિધ અભિયાનમાં જરૂરી બાબતો અંગે જાણવામાં આવ્યું છે. જેમાં લોકો એકબીજા સાથે મુલાકાત લેતા હોય છે. ત્યારે એક-બીજાને ગરે લગાડીને તેમજ હાથ મિલાવીને એકબીજાનું અભિવાદન કરતા હોય છે. જેથી નમસ્તે અમદાવાદમાં અભિયાન માં હસ્તધૂંનનની જગ્યાએ નમસ્તે કહીને સ્વજનો મિત્રો, પરિવારજનો કે પછી અન્ય લોકોનું અભિવાદન કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. જેની આજે એએમસી દ્વારા પ્રેસ યોજવામાં આવી હતી.

નમસ્તે અભિયાન માં જુદી જુદી બાબતે નવી શરૂવાત કરવામાં આવી છે. જેમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસે સેનેટરાઈઝર મુકવામાં આવશે. તેમજ બસ સ્ટેશન પાસેની સ્ક્રીનપ્લે માં આનાથી બચવાની શોર્ટ મૂવી બતાવી નાગરિકોમાં ફેરફાર લાવવા માટે જણાવવામાં આવશે. તેમજ ઓલ્ડએજ હોમમાં રહેતા વૃદ્ધાઓની પણ સમયસર તબીબી તપાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.

જો તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સનો પણ તૈનાત કરવામાં આવશે. જેથી દર્દીને તત્કાલિત મેડિકલ સુવિધા મળી રહે તેમજ સ્વાસ્થ્યને લઈને સમસ્યાનો સામનો ના કરવો પડે તે હેતું થી એમ્બ્યુલન્સનો તૈનાત મુકવામાં આવશે.

તેના સિવાય જો કોઈ સામાન્ય નાગરિક જાહેર રસ્તા પર થુકતો દેખાશે તો જરૂરી દંડ ફટકારવામાં આવશે.જેમાં લોકો જયારે મળતા હોય ત્યારે હસ્તધૂંનન કરી અભિવાદન કરવામાં આવે છે. તેના બદલે નમસ્ત કહીને અભિવાદન કરવું એવા બદલાવો કરવાં માટે જણવવામાં આવ્યું છે.

કોરોના વાયરસનો ભય હેઠળ કમિશનર વિજય નેહરાએ સૂચનો આપ્યા છે. કોરોના વાયરસને ડામવા માટે વિશ્વના તમામ દેશો પ્રયાસ કરી રહ્યા છે.જેમાં આજે કમિશનર વિજય નેહરાએ માઇકો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગની સાથે સાથે બધા વિભાગો ભેગા મળીને કોરોના વાયરસ અમદાવાદમાં ના પ્રવેશે તેમજ લોકોમાં જાગૃતતા લાવવા માટેના પ્રયાસો હાથધર્યા છે. તેમજ નાગરિકોમાં જાગૃતતા લાવવા કોરાના વાયરસથી બચવાના ઉપાયો જણવવામાં આવ્યા છે.

કમિશનર વિજય નેહરાએ નાગરિકોને શુ ધ્યાન રાખવા જણાવ્યું.?

૧ નમસ્તે અમદાવાદ હાથ ન મિલાવી અભિવાદન કરવુ

૨ હેન્ડ વોસ : હાથ ધોવાનુ રાખવુ ૨૦ સેકેન્ડ સુધી હાથ સાફ કરવા

૩ ઉપરના બે નંબરમાં ભુલ થાય તો ગંદા ધોયા વગરના હાથ મો અથવા નાક પર ન લગાવવો

૪ સામન્ય નાગરીકોએ ભિડભાડ વાળી જગ્યાએ જવાનુ ટાળવુ

૫ અફવાઓથી બચવુ ખોટી વાતોથી બચવુ

જે લોકો કોરોના ભરડામાં છે તેમને ૩ બાબતોનુ ધ્યાન રાખો

૧ આઈસોલેટ યોર સેલ્ફ

૨ તમે બહારથી પ્રવાસ કરીને આવ્યા છો તો ૧૦૪ પર કોલ કરી મદદ માગો

૩ જો તમને શંકા હોય કે કોરોના લક્ષણ છે તો માસ્ક ચોક્કસ પહેરવુ

Leave a Reply

Your email address will not be published.