///

મેટ્રો સિટી અમદાવાદમાં AMCએ પાડ્યા દરોડા

હાલમાં આગામી દિવાળીને લઈને લોકો ખરીદી માટે બજારમાં ઉમટી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે કોરોનાનું સંક્રમણ વધવાનો ભય પણ વધી ગયો છે. દિવાળીના તહેવાર નિમિત્તે લોકો બજારમાંથી મિઠાઈ તેમજ અન્ય ચીજવસ્તુઓ ખરીદતા હોય છે. ત્યારે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટેની સાવચેતી રાખવી ફરજિયાત બની જાય છે. તો સાથે જ દિવાળીના તહેવાર માટે મિઠાઈ ખરીદતા પહેલા તેની ચકાસણી પણ આવશ્યક છે.

અમદાવાદ શહેરમાં દિવાળીની મિઠાઈમાં ભેળસેળ કરવામાં ન આવી હોય તે અંગે મ્યૂસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 50થી વધુ દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમા AMC દ્વારા ખાદ્ય પદાર્થના 128 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા છે. જેમાંથી 6 જેટલા નમૂનાઓ ફેલ થયા છે. ઉપરાંત 19 નમૂના પ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે. તો 103 જેટલા નમૂનાના પરિણામ જાહેર થવાના બાકી છે. જોકે છેલ્લા 10 દિવસથી AMC ચેકિંગ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.