////

હવેથી તાવ હશે તેમનો જ થશે કોરોના ટેસ્ટ, AMCનો મહત્ત્વનો નિર્ણય

ગુજરાતમાં થોડા દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો, પરંતુ કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. તો કોરોનાની સાથે સાથે શિયાળાની ઋતુ શરૂ થતા લોકોમાં શરદી-ઉધરસ તેમજ તાવનું પ્રમાણ વધ્યું છે. જેને પગલે અમદાવાદ શહેરમાં AMCએ ફ્રીમાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટેના બૂથ લગાવ્યા છે. જેના પગલે શરદી-ઉધરસ અને તાવના કેસો વધતા બૂથ પર કોરોના ટેસ્ટિંગ માટે લોકોની ભીડ ઉમટી છે.

અમદાવાદમાં કોરોના ટેસ્ટ બૂથ પર લોકોની ભીડ ઉમટવાને કારણે AMCએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં હવેથી જો કોઇને તાવ હશે તો જ કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે એવી AMC દ્વારા શરત મૂકવામાં આવી છે. જો કોઇને 38 ડિગ્રી સે.થી વધુ તાપમાન હશે તો જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

કોઇ પણ વ્યક્તિ જો સામાન્ય તાવ, ઉધરસ કે શરદી થાય તો તે અગમચેતી વાપરીને કોરોના ટેસ્ટ કરાવવા તો આવશે જ. પરંતુ એક તરફ તંત્ર કોરોના સંક્રમણને ઘટાડવા માટે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિને કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે ફ્રીમાં કોરોના ટેસ્ટ કરી આપવાની વાત કરે છે. તો બીજી બીજુ AMCએ આ પ્રકારનો નિર્ણય પણ કરે છે.

આ અંગે ઘણાં પ્રશ્નો ઊભા થાય છે, કે જો કોઇ વ્યક્તિને શરદી-ઉદરસ હોય અને તેનો કોરોના ટેસ્ટ ના કરવામાં આવે પરંતુ બાદમાં તે કોરોના સંક્રમિત નીકળે તો તે વ્યક્તિને કોરોના થવા પાછળ કોણ જવાબદાર ગણાશે. અમદાવાદમાં દીવાળીને ધ્યાનમાં રાખીને જ ઠેર-ઠેર કોરોનાના એન્ટીજન ટેસ્ટ ઊભા કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં, ભીડભાડવાળી જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું અભિયાન પણ ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.