//

વાસણામાં એએમસી દ્વારા મંદીર તોડી પડાયુ હતું જેમાં સ્થાનિકોની ધાર્મિક લાગણી દુભાઇ હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળયો હતો

વાસણા વિસ્તારમાં આવેલા એક મંદીરને એએમસી દ્વારા તાેડી પાડતા સ્થાનિકાેની ધાર્મિક લાગણીને ઠેસ પહાેંચી છે. જેના કારણે સ્થાનિકાેએ મંદીર તાેડી પડાતા વિશ્વ હિંદુ પરિષદ સાથે મળીને વિરાેધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સમાચારવાલાએ સ્થાનિકાે સાથે આ અંગે વાતચીત કરતા જણાવ્યુ કે, મંદીર કાેઇને નડતર રૃપ નહીં હાેવા છતાં પણ તાેડી કરાયું છે. તેમજ અમારી ધાર્મિક લાગણીઓનેો ઠેસ પહાેંચી છે.
અમદાવાદ શહેર વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શશિકાંત પટેલે જણાવ્યુ કે, અમે પણ વિકાસમાં માનીયે છે. પરંતુ શહેરનાે વિકાસ મંદીરના્ ભાેગે ન  હાેવાે જાેઇએ. મંદીર નડતર રૃપ ન હતું તાે શા કારણે મંદીરને તાેડીને લાેકાેને ધાર્મિક લાગણીઅાેને ઠેસ પહાેંચાડવામાં આવી. તેનાે જવાબ મેયર બિજલ પટેલ અને કમિશ્નરે આપવાે પડશે. તેમજ તાેડી પાડેલ મંદીરને નવું બનાવી અાપવા માટે માગ કરી હતી અને જાે મંદીર નવું નહીં બનાવી આપે તાે જલન અાંદાેલન કરવાની ચિમકી પણ આપી હતી. વધુમાં તેમણે એએમસી ઉપર સવાલાે કર્યા હતા કે, તેમણે માત્ર મંદીરાે જ કેમ દેખાય છે. અન્ય પણ ધર્મના સ્મારકાે છે તેમણે કેમ તાેડતા નથી.

મંદીર તાેડવા મુદે વીએચપીએ એએમસી ખાતે વિરાેધ પ્રદર્શનનું આયાેજન કર્યુ હતું. તેમજ વીએચપીના કાર્યકરાેને મેયરને એા મુદ્દે આવેદન આપતા પણ અટકાવવામાં આવ્યા હતાં. જેથી રાેષે ભરાઇને કાર્યકરાેએ મેયર બિજલ પટેલ અને કમિશ્નરના વિરાેધમાં સુત્રાેચ્ચાર કરી ધરણા યાેજયા હતાં. જેના કારણે મેયરે આવીને આવેદન પત્ર સ્વીકાર્યુ હતું અને વીએચપીના કાર્યકરાેને મળી તપાસ કરવા માટેની ખાત્રી આપી હતી. આ મામલાે વધુ ના બિચકાય તેના માટે ચુસ્ત પાેલીસ બંદાેબસ્ત કરી દેવામાં આવ્યાે હતાે. પાેલીસે કાર્યકતાઓ અને એએમસી વચ્ચે વધુ ધર્ષણ ના થાય તેના માટે એએમસીનાં દરેક દરવાજાઓ બંધ કરી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published.