ડોલેન્ડ ટ્રમ્પના કાફલામાં કેટલી હોય છે ગાડીઓ અને કેવી હોય છે ટ્રમ્પની સુરક્ષા જાણો

અમરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને આવકારવા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે સુરક્ષાની દ્રષ્ટિ પણ મહત્વની છે.

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાફલામાં 12 ગાડીઓ રહશે. સૌથી પહેલા ગુજરાત પોલીસની ગાડીઓ હશે. તેની વચ્ચે 12 ગાડીઓ ટ્રમ્પની હશે. આ ગાડીઓ સિક્રેટ સર્વિસ એજન્સીઓના એજન્ટની ગાડીઓ હશે. આ ગાડીઓમાં જે પણ સુરક્ષા જવાનો હોય છે, તે તમામ પ્રકારના આધુનિક સુરક્ષાના સાધનોથી સજ્જ હોય છે.

12ગાડીના કાફલામાં આગળ BMW અને પાછળ સેન્સરવાન હોય છે. ટ્રમ્પની બે બીસ્ટની આગળ એક મોટી એસયુવી હોય છે, આ એસયુવીમાં બેઠેલા સિક્રેટ સર્વિસ એજન્ટો કોન્વોયના રૂટનું સંચાલન કરે છે. બીસ્ટની પાછળ બે શેવરોલીમાં બોંબ સ્કોવોડ અને સુરક્ષા એજન્ટો પણ સામેલ હોય છે. જે કોઈ પણ પ્રકારના સંકટમાં ટ્રમ્પને બચાવવાની જવાબદારી તેમના માથે હોય છે.

આ 12ગાડીઓના કાફલામાં ડોક્ટર, લશ્કરી સહાયકો, પત્રકારો સહીત સુરક્ષાના સાધનોથી સજ્જ હોય છે. જેમાં હાઈટેક સાધનો અને કમ્યુનિકેશનના આધુનિક સાધનો પણ હોય છે.જેના માધ્યમથી ટ્રમ્પ ધારે ત્યારે કોઈ પણ રાષ્ટ્રના પ્રમુખ અથવા રાજકારણી સાથે વાત કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.