//

ગુજરાતની પટેલ પરિવારની યુવતી અમેરિકાના સીમાડાની કરશે રક્ષા : જાણો વધુ વિગત

મહેસાણાના પટેલ પરિવાર ની યુવતી ને અમેરિકા આર્મીમાં નોકરી મળતા હવે મહેસાણીની નેવિયા રસિકભાઈ પટેલ નામની યુવતી અમેરિકાના સીમાડાની રક્ષા કરશે. મહેસાણાના કંથેરાવી ગામના મૂળ વતની રસીકભાઇ પટેલની દીકરીને અમેરિકન આર્મીમાં નોકરી મળી છે. રસિકભાઈ પટેલ રેસ્ટોરેન્ટનો વ્યવસાય કરતા કરતા પોતાની પુત્રીને સારામાં સારો અભ્યાસ કરાવી ઊંચ સ્થાને જોવા માંગતા હતા.

માતાપિતા નું સ્વપનુ સાકાર કરવાનું નેવિયા એ બીડું જડ્પ્યું હતું ને તે સાકાર કરી બાતવ્યું છે.
રસિકભાઈ પટેલ પોતાની પુત્રી નેવિયાને વિદેશની ધરતી પર સીમાડાની રક્ષા કરવા અમેરિકન આર્મીમાં ફરજ પર જોઈ ખુશ થયા છે દરેક માતા પિતા ને પોતાનું સંતાન ભણીગણીને આગળ વધે અને પરિવારનું નામ રોશન કરે તેવું ઇચ્છતા હોઈ છે. જે 21 વર્ષીય નેવિયાએ સાબિત કરી બાતવ્યું છે.

નેવિયા બાળપણથીજ હોશયાર હતી અને મહેનતુ હતી તેથી તે પણ પોતાના માતાપિતા માટે કાંઈક કરી બતાવવા ની ઈચ્છા ધરાવતી હતી. રાત દિવસ એક કરી સતત અભાસમાં માં ધ્યાન આપી સમાજ નું પણ નામ રોશન કર્યું છે નેવિયા ધોરણ 1 થી 7 સુધી મહારાષ્ટ્રના પંચગીનીમાં આભાસ પૂર્ણ કર્યો હતો. ત્યાર બાદ નેવિયા એ વધુ અભ્યાસ માટે વિદેશ ગયેલ ત્યાં તેમને 11.12 અને કોલેજનો અભ્યાસ કરી આર્મી ની તાલીમ લીધી હતી. તે તાલીમ માં તે સફળ થતા અમેરિકન આર્મીમાં તેમને સ્થાન મળી જતા આજે નેવિયા આર્મીમાં ફરજ અને નિષ્ઠા સાથે કામ કરી રહી છે.

આજે નિવિયા અમેરિકન આર્મી માં આબેહૂબ ફરજ બજાવી રહી છે 21 વર્ષીય યુવતીએ પરિવાર સાથે વતન અને દેશનું અને સમાજનું પણ ગૌરવ વધારી દીધું છે નેવિયાના પિતા રસિકભાઈ પટેલ અલબામા સ્ટેટ મોન્ટગોમેરી નામનું રેસ્ટોરેન્ટ ચલાવે છે અને તેમાંથી થતી આવક માંથી નેવિયાને અભ્યાસ કરાવ્યો હતો આજે પિતા એ ખર્ચેલા નાણાં માંથી નેવિયા એ માત્ર 21 વર્ષની નાની વયે અમેરિકન આર્મીમાં પોતાનું સ્થાન મેળવીને સમાજ અને પરિવારને ગોરવવન્તુ કરી દીધું છે. 

Leave a Reply

Your email address will not be published.