////

વિવાદો વચ્ચે આવતીકાલે સોનિયા ગાંધીએ બેઠક બોલાવી, અસંતુષ્ટ નેતાઓ સાથે કરશે ચર્ચા

કોંગ્રેસમાં હલચલ તેજ થઈ ગઈ છે. આ વચ્ચે સોનિયા ગાંધીએ આવતીકાલે 19 ડિસેમ્બરે ઈમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં અસંતુષ્ટ નેતાઓની માગોને સાંભળવામાં આવશે. હકીકતમાં પાર્ટીમાં અસંતુષ્ટ નેતાઓની સંખ્યા વધતા ફૂટ સુધીનો ખતરો ઉભો થવા લાગ્યો છે, ત્યારબાદ અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ બેઠક બોલાવી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં પાર્ટીના 23 વરિષ્ઠ નેતાઓએ પાર્ટીની સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરતા એક પત્ર સોનિયા ગાંધીને લખ્યો હતો, ત્યારબાદથી સંકટ વધી રહ્યું છે. એક જૂથના નેતાઓનું કહેવું છે કે હવે તત્કાલ કોઈ પગલા ભરવામાં ન આવ્યા તો પાર્ટીની અંદર વિખવાદ થવો નક્કી છે.

મળતી માહિતી મુજબ આવતીકાલે 19 ડિસેમ્બરની બેઠક ખુબ મહત્વની થશે, જેમાં નેતા સ્પષ્ટ રીતે આગળના રોડમેપ વિશે વાત કરી શકે છે. એવી ચર્ચા છે કે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં પાર્ટી નવા અધ્યક્ષની ચૂંટણી કરાવી શકે છે. તે માટે પ્રક્રિયા પણ શરૂ થઈ ચુકી છે. મળતી માહિતી મુજબ 23 નેતાઓના સમર્થનમાં પાર્ટીના કેટલાક અન્ય નેતાઓ આવી ગયા છે અને તે સોનિયા ગાંધી પાસે તત્કાલ હસ્તક્ષેપની વાત કરી રહ્યાં છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે રાજસ્થાનમાં પણ ફરી રાજકીય સંકટ ઊભુ થઈ રહ્યું છે.

આ તકે મળતી માહિતી મુજબ સીનિયર નેતાઓએ તે પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નેતૃત્વ માટે ખુદ રાહુલ ગાંધી સંપૂર્ણ સક્રિયતા સાથે સામે આવે છે તો તે સ્વીકાર્ય હશે, પરંતુ જો તે પોતાના તરફથી કોઈ ડમી ઉમેદવારને અધ્યક્ષ પદ માટે આગળ કરે છે તો તે સ્વીકાર્ય હશે નહીં અને આવી પરિસ્થિતિમાં પાર્ટી તૂટવાની સ્થિતિ ઉભી થઈ શકે છે. હકીકતમાં એવા સમાચાર આવ્યા હતા કે રાહુલ ખુદ અધ્યક્ષ પદ ન લઈને પોતાના કોઈ પસંદગીના-નજીકના નેતાને આ પદ પર બેસાડી શકે છે. અસંતુષ્ટ નેતાઓએ ચેતવ્યા કે જો આમ થશે તો તે પડકારશે. આ સિવાય રાહુલની ટીમને લઈને પણ વિવાદ છે.

આ તકે છેલ્લે મળતી માહિતી મુજબ અસંતુષ્ટ નેતા અને ગાંધી વચ્ચેની આ ચર્ચાને અને પાર્ટીના હાલના સંકટમાંથી બહાર કાઢવા માટે મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યાં છે. કમલનાથના વચ્ચે આવ્યા બાદ આવતીકાલની 19 ડિસેમ્બરની બેઠક નક્કી થઈ છે. પાર્ટીમાં અહમદ પટેલના નિધન બાદ આ પદને ભરવા માટે સંભવિત નામમાં પણ કમલનાથનું નામ આગળ ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.