//

લોકડાઉન વચ્ચે મોદી સરકારની મોટી ભેટ, 20 કરોડ મહિલાઓના ખાતામાં પૈસા જમા થશે

દેશમાં કોરોના સંકટના પગલે મોદી સરકાર દ્વારા ગરીબોના ખાતામાં પૈસા નાખવાનું નિર્ણય કરવામાં આવ્યું છે. દેશભરમાં સરકાર ગરીબ મહિલાઓના જનધન ખાતામાં દર મહિને 500 રૂપિયા નાંખશે. તો મદદની આ રકમ ત્રણ મહિના સુધી આપવામાં આવશે. ભારતીય બેંક્સ એસોસિએશન દ્વારા તમામ બેંકોને આદેશ આપવામાં આવ્યો છે કે 3 માર્ચથી મહિલાઓના જન ધન ખાતામાં દર મહિને 500 રૂપિયા નાખવાનું શરૂ કરવામાં આવે. તો આ મહિને 500 રૂપિયા 3 એપ્રિલથી 9 એપ્રિલની વચ્ચે જમા કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આદેશ મુજબ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મહિલાઓના જન ધન ખાતામાં દર મહિને 500 રૂપિયાની રકમ ત્રણ મહિના માટે આપવામાં આવશે. તો મહિલાઓના ખાતા નંબરના છેલ્લા અંક મુજબ જુદા જુદા દિવસોમાં ખાતાધારક મહિલાઓના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે.

સરકારના નિયમ પ્રમાણે-

  • જે મહિલાના જન ધન એકાઉન્ટસ્ની અંતિમ ડિજીટ 0 અથવા 1 છે, તેમના ખાતામાં 3 એપ્રિલથી પૈસા નાખવામાં આવશે.
  • જે મહિલાના જન ધન ખાતાના અંતિમ અંક 4 અથવા 5 છે, તેમના ખાતામાં 7 એપ્રિલે પૈસા જમા કરાવવામાં આવશે.
  • જેના જન ધન ખાતાના અંતિમ આંક 6 અથવા 7 છે તેમના પૈસા 8મી એપ્રિલે ખાતામાં જમા થશે.
  • જેના જન ધન ખાતાનો છેલ્લો આંક 8 અથવા 9 છે તેમના પૈસા 9 એપ્રિલે ખાતામાં જમા થશે.
    ઉલ્લેખનીય છે કે લોકડાઉન બાદ નિર્મલા સિતારમણે કહ્યું હતું કે-ગરીબ મહિલાઓના જન ધન ખાતામાં 500 રૂપિયા ઉમેરવામાં આવશે. જેમાં કુલ જન ધન ખાતાઓ 53 ટકા મહિલાઓના નામે છે જેથી લગભગ દેશની 20 કરોડ મહિલાઓને સીધો લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published.