//

ભાજપના ચાણક્યએ દિલ્હીની કમાન ખુદ સંભાળી જાણો : અમિત શાહે દિલ્હીનો જંગ જીતવા શું ઘડી રણનીતિ

દિલ્હી વિધાનસભાની ચુંટણીને લઈને ત્રીપાંખીઓ જંગ જામ્યો છે. હાલ તમામ સર્વેમાં આમ આદમી પાર્ટી ફરીથી વિજયી થશે તેવી વાત સામે આવી રહી છે ત્ત્યારે ભાજપના ચાણક્ય અને ગેમ ચેન્જર અમિત શાહે દિલ્હીની ગાદી સર કરવા પ્રચારની કમાન ખુદે સાંભળી છે.

અમીત શાહ દિલ્હીવાસીઓના ધરે ધરે મુલાકાત લઈ રહ્યાં છે. અરવિંદ કેજરીવાલ ને હરાવવા માટે દિલ્હીની ગલીઓમાં ડોર ટુ ડોર સપર્ક ખુદ અમિત શાહે શરૂ કર્યો છે દિલ્હીના કેન્ટોજન વિસ્તારમા અમીત શાહે જનસંપર્ક અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર લોકોના ધરે જઈને તેમની મુલાકાત કરી. અમીત શાહના પ્રચારને લઈને લોકોમા ભારે ઉસ્તાહ જોવા મળ્યો.

મહત્વની વાત છે કે જયારે ચૂંટણીની વાત આવે ત્યારે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સૌની નજર હોય છે કારણ કે હારેલ બાઝી જીતવામાં અને રાજનીતિના ચોકઠાં ગોઠવવામાં અમીત શાહ માહિર ખિલાડી છે ત્યારે દિલ્હીની કમાન ખુદ અમિત શાહે સાંભળતા દિલ્હી ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.