///

અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, તેમના વતન માણસા જવા સહિતનો આ છે સંપૂર્ણ કાર્યક્રમ

અમિત શાહ શુક્રવારે એક દિવસની મુલાકાતે ગુજરાત પહોંચ્યા છે.

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 7 ઓક્ટોબર, ગુરુવારે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અમિત શાહ શુક્રવારે એક દિવસની મુલાકાતે ગુજરાત પહોંચ્યા છે. ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

ગાંધીનગર જિલ્લાના એક ગામમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન

બપોરે ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત લેશે અને સ્ટેશનના પરિસરમાં આવેલી ચાની દુકાનોમાં મહિલા સ્વનિર્ભર જૂથો દ્વારા બનાવેલા માટીના વાસણો વિતરણ કરવાના કાર્યક્રમમાં ભાગ લેશે.

ગૃહમંત્રી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) નું ઉદ્ઘાટન કરશે.

પાનસર માં જાહેર સભાને સંબોધશે

પાનસર ખાતે તળાવના બ્યુટિફિકેશન સહિત કેટલાક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

સાંજે, માણસા પહોંચશે અને સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે.

શાહ માણસામાં બહુચર માતા મંદિરમાં પૂજા- અર્ચના કરશે.

Leave a Reply

Your email address will not be published.