/

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદને દેશનો મોડલ જિલ્લો બનાવવા આપી આ સૂચનાઓ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લાનીની બેઠક યોજાઈ હતી. આ સમીક્ષા બેઠકને વિડિયો કોન્ફરન્સથી સંબોધતા ગૃહપ્રધાન શાહે અમદાવાદ જિલ્લાને સમગ્ર દેશમાં મૉડલ રૂપ બનાવવા દિશા નિર્દેશ આપ્યા હતા અને અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારૂપ બનવા હાકલ કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જિલ્લા વહીટીતંત્રને ખેતીમાં પાક ફેરબદલી પર ભાર મુકવા માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો અને જૈવિક ખેતી તરફ વાળવા તાકીદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ દિશા બેઠકમાં 23 વિભાગોના કામની સમિક્ષા કરવામાં આવી હતી, જેમાં સ્માર્ટ સિટી, બેટી બચાઓ, બેટી પઢાઓ, ઈ- ગામ-વિશ્વ ગ્રામ વગેરે યોજનાઓની સમિક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં અમદાવાદ જિલ્લામાં સેક્સ રેશિયોના સ્તરમાં સુધારો કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલા આ કૃષિ રાહત પેકેજના અમલીકરણને વધુ સઘન બનાવવા માટે સૂચનાઓ આપી હતી.

આ ઉપરાંત આ સમિક્ષા બેઠકમાં નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતી આયુષ્યમાન ભારત યોજનામાં એનરોલમેન્ટ એને ક્લેમ રિપોર્ટની પણ સમિક્ષા કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લામાં ચાલતા ‘સહારા’ પ્રોજેક્ટ, ‘લાઈફ લાઈન’ પ્રોજેક્ટ, ‘કદમ’ પ્રોજેક્ટ અને ‘રાહત’ જેવા વિવિધ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો પણ વિશેષ ઉલ્લેખ કરાયો હતો.

આ બેઠકમાં સાંસદ કિરીટ સોલંકી, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા , નરહરિ,,અમદાવાદ શહેરના મેયર બિજલ પટેલ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.