////

અમિત શાહ બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે, મમતાના ગઢમાં રોડ-શો યોજશે

આજથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ત્યારે મમતાના ગઢમાં ગૃહપ્રધાન અમિત શાહ રોડ-શો યોજશે અને વિશાળ જનસભાને સંબોધિત પણ કરશે. સાથે જ અમિત શાહ ખેડૂત અને ગાયક પરિવારને ત્યાં ભોજન પણ કરશે. આગામી સમયમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે અમિત શાહના બંગાળ પ્રવાસ દરમિયાન TMCના ધારાસભ્ય સુવેન્દુ અધિકારી ભાજપમાં જોડાશે.

ભાજપે મિશન બંગાળ માટે કેન્દ્રીય નેતાઓની ફોજ બંગાળમાં ઉતારી છે. જેમાં ભાજપે પ્રધાનઓ અને નેતાઓને બંગાળમાં અલગ-અલગ મોરચે તૈનાત કર્યા છે. ભાજપના નેતાઓને 6થી 7 સંસદીય ક્ષેત્રોની જવાબદારી સોંપવામાં આવી છે. ગજેન્દ્રસિંહ શેખાવત, સંજીવ બલિયાન અને પહલાદ પટેલને જવાબદારી અપાઈ છે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા પણ પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે.

  • આજના કાર્યક્રમો
  • આજે સવારે સવા દસ વાગ્યે રામકૃષ્ણ મિશનમાં સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપશે
  • તેના બાદ તેઓ હેલિકોપ્ટરથી મિદનાપુર જવા રવાના થશે
  • બપોરે સાડા બાર વાગ્યા અમિત શાહ સિદ્ધેશ્વરી મંદિરમાં પૂજા અર્ચના કરશે
  • તેના બાદ અંદાજે સવા એક વાગ્યે તેઓ દેવી મહામાયા મંદિરમાં પૂજા કરશે
  • બપોરે દોઢ વાગ્યે તેઓ બેલીજુરી ગામમાં એક ખેડૂતના ઘરે ભોજન કરશે
  • બપોરે અઢી વાગ્યે તેઓ મિદનાપુરમાં એક જનસભા સંબોધશે

મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ઈલેક્શન 2021 માટે ભાજપ સતત પોતાને રાજ્યમાં મજબૂત કરવાના પ્રયાસોમાં લાગી ગયું છે. ત્યારે ગૃહપ્રધાન અમિત શાહ મોડી રાત્રે કોલકાત્તા એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં ભૈજપ નેતાઓએ તેમનુ સ્વાગત કર્યું હતું. આજે કોલકાત્તામાં રામકૃષ્ણ મિશન જઈને સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપશે. તેના બાદ પશ્ચિમી મિદનાપુરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. અમિત શાહ આજે મિદનાપુરમાં સિદ્ધેશ્વરી અને મહામાયા મંદિરમાં પણ પૂજા કરશે.

Leave a Reply

Your email address will not be published.