////

કલોલમાં થયેલા બ્લાસ્ટના પડઘા ગૃહમંત્રાલય સુધી પહોંચ્યા, અમિત શાહે આપ્યો આ આદેશ

આજે સવારે ગાંધીનગર જિલ્લાના કલોલમાં એક સોસાયટીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 2 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર મામલે કેન્દ્રિય ગૃહ પ્રધાને પ્રતિક્રિયા આપી હતી.

આજે સવારે કલોલની ગાર્ડન સોસાયટીમાં બ્લાસ્ટ થયો હતો. જેનાથી આસપાસનો સમગ્ર વિસ્તાર હલબલી ઉઠ્યો હતો. એટલું જ નહીં આ બ્લાસ્ટના પગલે ધડાકા ભેર બે ઘર ધરાશાયી થયા હતાં. જેમાં 2 લોકોના મોત તેમજ 4 લોકો ઘાયલ થયા હતાં. ત્યારે આ દૂર્ઘટનાના પગલા હવે નેશનલ લેવલે પડ્યા છે. આ ઘટનાને પગલે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે તુરંત જ ફોન કરીને આ અંગે રિપોર્ટ અને માહિતીની માંગણી કરી હતી.

ગૃહ પ્રધાન અમિત શાહે કલોલમાં ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટમાં 2ના મોત અને ઘાયલો સહિત મામલે રિપોર્ટ માંગ્યો છે અને દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને દિલાસો આપ્યો હતો. તેઓએ જિલ્લા વહિવટી તંત્ર સાથે વાત-ચીત કરી હતી અને આ ઘાયલોને તુરંત જ સારવાર મળે અને તેઓ સ્વસ્થ થઈ જાય તેવી માહિતી આપી હતી.

ઉલ્લેખનિય છે કે બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 4 લોકો ઘાયલ પણ થયા છે. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસના મકાનોના બારીના કાચ તુટી ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published.