/

ગૃહમંત્રી શાહ કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં : રાજકીય ગતિવિધિઓ તેજ

ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી ના ગુજરાત પ્રવાસ પૂર્વે કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાછે અમિતશાહની ગુજરાત મુલાકાત રાજકીય ગણવામાં આવી રહીછે જેને લઇને રાજકીય મહૉલ ગરમાઈ રહ્યો છે  અમિત શાહ મોટેરા માં જ્યાં મોદી ટ્રમ્પ ઉપસ્થિત રહેવાનાછે તે સ્થળનું ગૃહમંત્રી અમિત શાહ નિરીક્ષણ કરે તેવી પુરી શક્યતાઓ છે અને 24મી ફેબ્રુઆરીએ યોજાનાર નમસ્તે ટેમ્પ માં પણ ઉપસ્થિત રહેવાનાછે અને 25 મી ફેબ્રઆરીએ બાવળા ખાતે યોજાનાર એક સરકારી કાર્યક્મમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે અમિત શાહના ગુજરાત પ્રવાસમાં અનેક રાજકીય સમીકરણો બદલાય તેવી વાતો વહેતી થઇછે કારણ કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિઓની વાતો વહેતી થઇ હતી અનેક  વિવાદોત નિવેદનો પણ સામે આવ્યા હતા તેથી હવે અમિત શાહની ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતને રાજકીય મુલાકાત ગણવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.