
અમરેલી જિલ્લાના લીલીયા ગામે આવેલા સ્મશાનમાં એક વુર્ક્ષ પર મધપૂડોછે જેના કારણે અંતિમયાત્રામાં આવતા લોકો ભયના ઓથાર હેઠળ અંતિમ યાત્રામાં જાય છે સ્મશાન ભૂમિમાં રહેલા જુનડે બે દિવસમાં અંદાજે 35 જેટલા લોકોને ડંખ માર્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે બે દિવસ પહેલા સ્મશાન ભૂમિમાં 20 જેટલા ડાઘુ પર મધમાખીનું ઝુંડ તૂટી પડ્યું હતું.
આજે પણ વહેલી સવારે અંતિમયાત્રામાં ગયેલા ડાઘુ એક વૃક્ષ નીચે બેઠા હતા ત્યારે 15જેટલા લોકોને મધમાખીએ તેના પર હુમલો કરી દેતા તમામને 108 ની મદદથી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઇજા ગ્રસ્ત લોકો અને સ્થાનિક આગેવાનોએ વન વિભાગને આ મામલાની જાણ કરતા કોઈ જવાબદાર તંત્ર મધમાખીના પુડાને દૂર કરવા માટે તૈયાર નથી અને એકબીજા પાર જવાબદારી ઠોકીને હતી જાય છે જોકે આજે ગામના જ કેટલાક યુવાનોએ મધમાખીના પુડાને જાતેજ દૂર કરી અને કાયમી સમસ્યાનો હલ કરી લીધો હતો.