////

અમરેલી: બગસરાના વેપારીઓએ પોલીસની કનડગતિથી બચવા લીધો આ મહત્વનો નિર્ણય

રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે તેને પગલે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યારે કોરોના ગાઇડ લાઇનના પાલનને નામે પોલીસની કનડગતથી બચવા માટે બગસરાના વેપારીઓ દ્વારા એક મહત્વનો નિર્મણ લેવામાં આવ્યો છે. જેમાં વેપારીઓ દ્વારા બે દિવસ સુધી બજાર જ બંધ રાખવાનો મોટો નિર્ણય લીધો છે.

રાજ્યમાં કોરોના વાઈરસ મહામારીને કાબુમાં લાવવા માટે સરકારી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, પરંતુ લોકો આ માર્ગદર્શિકાનું ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. તેવામાં લોકોને પાઠ ભણાવવા માટે તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જોકે અમરેલીના બગસરાના વેપારીઓનું કહેવું છે કે, તંત્ર દ્વારા પડતી કડકાઇ બતાવવામાં આવી રહી છે તેમજ બેફામ દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. જેથી બગસરાના વેપારીઓએ બે દિવસ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

અમરેલીના બગસરા તાલુકામાં પાલિકા દ્વારા દંડ માટે નિમાયેલા અધિકારીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નામે નાના-મોટા વેપારીઓ સામાન્ય પ્રજાને દંડ ફટાકારી રહ્યા છે. જેના વિરોધમાં બગસરાની તમામ સંસ્થાઓ દ્વારા બગસરા આજથી 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સ્થાનિક વેપારીઓ અને સામાન્ય લોકોએ આરોપ લગાવ્યા છે કે, બગસરામાં મામલતદાર તેમજ નગરપાલિકા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે ટીમ બનાવી દરરોજ મસમોટી રકમનો દંડ વસુલાત કરવામાં આવે છે. ત્યારે સ્થાનિકોનું આરોપ છે કે, કોરોના મહામારીના નામે લોકોને ખંખેરવાનો પોલીસ સ્ટાફે નવો કીમિયો શોધી લીધો તેવું લાગી રહ્યો છે.

નોંધનીય છે કે, રાજયમાં કોરોનાનો ફરી એકવાર ઘાતક સ્વરુપ જોવા મળી રહ્યો છે. દરરોજ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજયના ચાર શહેરમાં રાત્રી ફફર્યુ છતાય કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.