////

અમદાવાદમાં AMTS બસ વૃદ્ધ મહિલા માટે કાળમુખી સાબિત થઈ…

ફરી એકવાર અમદાવાદ શહેરના રસ્તાઓ પર AMTS બસો મોતની સવારી બનીને દોડી રહી છે. ત્યારે આજે AMTS બસ વધુ એક માટે કાળમુખી સાબિત થઈ છે. અમદાવાદના અમરાઈવાડી મેટ્રોલ રેલ પ્રોજેક્ટ પાસે ન્યૂ કોટન ચાર રસ્તા પાસે AMTS બસે એક મહિલાને અડફેટે લીધી હતી. વહેલી સવારે બનેલી આ ઘટનામાં સિનીયર સિટીઝન મહિલાનું મોત નિપજ્યું છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે અમદાવાદના અમરાઈવાડી મેટ્રો રેલ પોજેક્ટ પાસે ન્યૂ કોટન ચાર રસ્તા પર AMTSની બસે એક સિનીયર સિટીઝન મહિલાને અડફેટે લીધી હતી. AMTS બસની ટક્કરથી ઘટના સ્થળ પર જ મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃત પામેલ મહિલાનુ નામ ગીતાબેન દેવીપૂજક છે, જેમની ઉંમર 55 વર્ષ હતી.

આ અકસ્માતને કારણે પોલીસ કાફલો પણ દોડતો થયો હતો. લોકોનું ટોળુ એકઠુ થતા AMTS બસને ત્યાં જ મૂકીને ડ્રાઈવર અને કંડક્ટર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. તો બીજી તરફ, અકસ્માત બાદ બસમાં બેસેલા મુસાફરો પણ બસમાંથી ઉતરી ગયા હતા.

મળેલ માહિતી મુજબ, AMTSની આ બસ રૂટ નંબર 142ની વસ્ત્રાલથી લાલ દરવાજા તરફ જતી હતી. જે ખાલી રસ્તા પર મોતની સવારી બની રહી હતી. આમ, ખાલી રસ્તાઓ પર પણ એએમટીએસની બસો અકસ્માત સર્જવા લાગી છે. AMTSની બસો અમદાવાદમાં અકસ્માતો માટે પ્રખ્યાત છે. ત્યારે બસોએ ફરીથી અકસ્માત સર્જવાનું શરૂ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.