///

અમદાવાદમાં કરફ્યૂના બંને દિવસ AMTS રહેશે બંધ

રાજ્યમાં કોરોનાના વધી રહેલા ચેપના પગલે સરકાર દ્વારા અમદાવાદમાં શુક્રવાર રાત્રિથી સોમવાર સવારના છ વાગ્યા સુધીના બે દિવસના કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ કરફ્યુના બંને દિવસ દરમિયાન બંધ રહેશે. AMTS આજ રાતના આઠ વાગ્યાથી બંધ થઈ જશે.

અમદાવાદમાં કોરોનાનો કહેર વધતા સરકારે આજ રાતના નવ વાગ્યાથી એસટી સર્વિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેના પગલે રાતના નવ વાગ્યા પછી એસટી બસો અમદાવાદમાં નહી પ્રવેશી શકે અને બહાર પણ જઈ શકે નહી. આગામી નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી આ નિર્ણય અમલમાં રહેશે.

તો બીજી બાજુ સરકારના આ નિર્ણયના પગલે અમદાવાદના ગીતામંદિર એસટી સ્ટેશન પર યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો. જેમા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલનના ધજાગરા ઉડ્યા હતા. અમદાવાદમાં આવેલા લોકોએ પરત ફરવા માટે ગીતામંદિર સહિતના મોટા એસટી સ્ટેન્ડ્સ તરફ દોટ લગાવી હતી.

અમદાવાદમાં કરફ્યૂની જાહેરાત થતા ગીતામંદિર સાથેના વિવિધ એસટી સ્ટેન્ડ પર ભારે ધસારો જોવા મળ્યો હતો. તેની સાથે સોશિયલ ડિસ્ટન્સના પાલનનો પણ ભંગ થયો હતા.ત્યારે આ પ્રકારના સંજોગોમાં રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા ક્યાંથી અટકશે.

Leave a Reply

Your email address will not be published.