/

આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે ની ઉજવણી વચ્ચે 11 વર્ષની બાળા પર દુસ્કર્મ !

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશ્વમાં ધામ-ધૂમથી ઉજવણીની તૈયારીઓ થઇ રહી છે. પરંતુ મહિલા જયાં સુધી સુરક્ષિત નહીં હોય ત્યાં સુધી સાચા અર્થમાં મહિલા દિનની ઉજવણી સાર્થક થશે નહીં. દીવના ધોધમાં મહિલા દિવસ પૂર્વે જ ૧૧ વર્ષની બાળા પર દુષ્કર્મનો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. દીવમાં ઝીરો ક્રાઇમ પર આ દુષ્કર્મની ઘટનાથી મોટુ કલંક લગાવ્યુ છે.

દીવના ધોધલામાં ૧૧ વર્ષની માસૂમ બાળા પર તેના પડોશમાં રહેતા પરણિત યુવકે દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે દીવના ડેપ્યુટી એસ.પી રવિન્દર શર્માએ જણાવ્યુ હતુ કે, ૧૧ વર્ષની બાળકી તેના ઘરની આસપાસ રમતી હતી. દરમિયાનમાં આરોપી કિરણ પ્રેમજી પટેલ દુષ્કર્મ કરવાનાં ઇરાદાથી બાળકીને ફોસલાવીને પોતાના ઘરે લઇ જઇ દુષ્કર્મ આર્ચયુ હતું. બાદમાં બાળકીને કોઇને કંઇશ તો જાનથી મારી નાખીશ તેવું જણાવી આરોપીએ બાળકીને ડરાવી હતી. ઘટનાની જાણ બાળકીને માતાને થતાં આરોપી વિરુદ્વ દીવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દીવ પોલીસે આરોપી પર પોકસો એકટ લગાવીને તપાસ હાથધરી છે. 

Leave a Reply

Your email address will not be published.