////

અભિનેત્રી કંગના રનૌત વિરૂદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ

બોલીવુડ એક્ટ્રેસ કંગના વિરુદ્ધ ગુરુવારે સાંજે બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કંગના રનૌત પર તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા સતત દેશમાં ‘નફરત અને ધૃણા’ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

અરજીકર્તા તરફથી દાખલ કરવામાં આવેલી આ અરજીમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, કંગનાના ટ્વીટથી દેશમાં સતત નફરત ફેલાવવાની અને દેશદ્રોહ ફેલાવવાની પ્રયત્ન થાય છે. આ સાથે જ કહેવાયું છે કે, દેશને તેના ટ્વીટ્સથી વિભાજિત કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આ અરજીમાં એમ પણ કહેવાયું છે કે, સોશિયલ મીડિયામાં તેમણે એક ધર્મ વિશેષને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી.

કંગનાએ ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, ટ્વિટર એકમાત્ર મંચ નથી જ્યાં તે પોતાનો મત રજુ કરી શકે છે. સાથે જ કંગનાએ ટ્વિટર પર લખ્યું છે કે, હું સતત અખંડ ભારતની વાત કરું છું. ટુકડે ટુકડે ગેંગ. કંગનાએ કહ્યું કે, ટુકડે ગેંગ યાદ રાખજો, મારો અવાજ દબાવવા માટે તમારે મને મારવી પડશે અને આમ છતાં દરેક ભારતીય દ્વારા બોલીશ અને આ મારું સપનું છે. તમે જે પણ કરશો, મારું સપનું અને મક્સદ જ સાચુ થશે. આથી હું ખલનાયકોને પ્રેમ કરું છું.

નોંધનીય છે કે, આ જ રીતે કંગના પર આ બીજો કેસ છે. તાજેતરમાં કંગનાને હાઈકોર્ટથી BMC વિવાદ મામલે રાહત મળી છે. કંગના સતત ટ્વિટર પર કોઈને કોઈ નિવેદન આપતી રહે છે. જેને લઈને વિવાદ છેડાય જાય છે.

Leave a Reply

Your email address will not be published.