////

ગુજરાત હાઈકોર્ટમાં 12 ડિસેમ્બરે ઈ-લોક અદાલત યોજાશે

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધ્યું છે. ત્યારે કોરોનાના હાહાકાર વચ્ચે ગુજરાત હાઈકોર્ટમાં 12મી ડિસેમ્બરના રોજ ઈ-લોક અદાલત યોજવામાં આવશે. તો સાથે જ આ લોક અદાલત યોજવા મુદ્દેની તમામ SOPનું પાલન પણ કરવામાં આવશે. આ લોક અદાલતમાં નેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ, નાણાકીય રિકવરીના કેસ, વળતર અને લેબર વિવાદને લગતા સહિત 13 પ્રકારના કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

તો સાથે જ આ ઈ-લોક અદાલતમાં ભાગ લેનારા પક્ષકારોએ 5મી ડિસેમ્બર પહેલા ઈમેલ દ્વારા હાઇકોર્ટ લીગલ સર્વિસ કમિટીનો સંપર્ક કરવાનો રહેશે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિકર્મનાથ અને જસ્ટિસ આર.એમ છાયાના માર્ગદર્શન હેઠળ આ લોક અદાલત યોજવામાં આવશે. લોક અદાલત સમક્ષ સમાધાનના મામલામાં બંને પાર્ટી કોર્ટ રિફંડ મેળવવા હકદાર રહેશે. ઇ-લોક અદાલતને લગતી તમામ કેસનું ડિજિટલ રેકોર્ડ રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, આ અગાઉ પણ સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી ઇ-લૉક અદાલતમાં 10 હજાર જેટલા કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઇન્શ્યોરન્સ કંપની અને કેટલાક સરકારને લગતા કેસોમાં 191 કરોડ રૂપિયાનું સમાધાન થયું હતું. ત્યારે અમદાવાદ મેટ્રો કોર્ટમાં સૌથી વધુ 1188 કેસનો નિકાલ કરવામાં આવ્યો

Leave a Reply

Your email address will not be published.