///

દેશમાં એક્સપ્રેસ-વે અને હાઈવે પર દર 25 કિલોમીટરે એક ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન સ્થપાશે

કેન્દ્ર સરકારે દેશમાં ઇલેકટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વાકાંક્ષી યોજના કરી છે. જેમાં દર 25 કિલોમીટરના અંતરે એક ચાર્જિગ સ્ટેશન સ્થાપવામાં આવશે. જેમાં ખાસ કરીને એક્સપ્રેસ-વે તથા હાઈવેમાં પ્રારંભીક રીતે આ યોજનાને અમલી બનાવાશે. પરંતુ તેમાં ખાનગી ક્ષેત્રને સામેલ કરવા અંગે હાલમાં સરકારની તૈયારીને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે હાલ એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે જે કંપનીઓ આ યોજનામાં જોડાવા ઈચ્છતી હોય તેમની બીડ ઓફર કરવા જણાવાયું છે. સાથે જ તેમાં જાપાન તથા યુરોપમાં જે ફાસ્ટ ચાર્જર પધ્ધતિ અપનાવાઈ છે તેનો અમલ કરવાનો રહેશે. જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા ફાસ્ટ ચાર્જરના ઉત્પાદન માટે પણ બીડ મંગાવાઈ છે.

પ્રારંભિક તબક્કામાં દેશના 25 એક્સપ્રેસ-વે અને હાઇવે પર 1500 ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે. ભારતમાં અત્યાર સુધીમાં 7000 ચાર્જિંગ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે , જ્યારો 2877 ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે.ડુંગળીની વધતા જતા ભાવ પર લાગશે બ્રેક, સરકારે લીધો આ મોટો નિર્ણય

Leave a Reply

Your email address will not be published.