////

પાકિસ્તાન: કરાચીમાં પ્રાચીન હિન્દુ મંદિરમાં તોડફોડ બાદ ભગવાન ગણેશની પ્રતિમા ખંડિત કરી

પાકિસ્તાનના કરાચીમાં કટ્ટરપંથીઓની ભીડે એક બાળક પર પયગંબરની નિંદાનો આરોપ લગાવીને એક પ્રાચીન મંદિરમાં ખુબ તોડફોડ કરી હતી. લ્યારી વિસ્તારમાં થયેલી આ ઘટનામાં કટ્ટરપંથીઓની ભીડે પહેલા હિન્દુઓ પર નિંદાનો આરોપ લગાવ્યો અને ત્યારબાદ પ્રાચીન મંદિરમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન મંદિરમાં રાખવામાં આવેલી ભગવાન ગણેશ અને શિવજીની મૂર્તિઓને તોડી ખંડિત કરી હતી.

આ ઉપરાંત કટ્ટરપંથીઓએ કોઈ પૂરાવા વગર હિન્દુ બાળક પર નિંદાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે સ્થાનિક હિન્દુ સમુદાયે આરોપ લગાવ્યો કે, તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, આ મંદિર કરાચીના ભીમપુરા વિસ્તારની લી માર્કેટમાં આવેલું છે. આ મંદિરની અંદર લાગેલી ભગવાનની તસ્વીરોને પણ ફાડી દેવામાં આવી હતી. છેલ્લા 20 દિવસમાં હિન્દુ મંદિરમાં તોડફોડની આ ત્રીજી ઘટના છે.

જોકે પાકિસ્તાનમાં હિન્દુઓ તેમજ તેમના મંદિરો પર સતત હુમલા થઈ રહ્યાં છે. કરાચીની આ ઘટના પહેલા સિંધ પ્રાંતના થારપારકર જિલ્લામાં સ્થિત નાગારપારકરમાં ધર્માંધ લોકોએ દુર્ગા માતાની મૂર્તિને ખંડિત કરી દીધી હતી. ત્યારબાદ તેમણે દરવાજાને બંધ કરી મૂર્તિને ખંડિત કરી હતી. તેમણે જતા-જતા મંદિરને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જોકે આ અંગે અત્યાર સુધી હુમલો કરનાર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી નથી.

Leave a Reply

Your email address will not be published.