/

નાણા પ્રધાને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ કરી મહત્વની આ જાહેરાત

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ કેટલીક મહત્વની જાહેરાત કરી છે. નાણા પ્રધાન આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ રોજગારની નવી તકના સર્જનને લઇને જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે આવા કર્મચારીઓ અને કંપનીઓને આ સ્કીમમાં ફોકસ કર્યુ છે, જેમણે કોરોના સામે લડવા માટે લાગુ લોકડાઉન દરમિયાન નોકરી ગુમાવવી પડી છે. સ્કીમ હેઠળ આવી કંપનીઓને સરકારની જાહેરાતનો લાભ મળશે, જે તે કર્મચારીઓને નોકરી આપશે જેમણે 1 માર્ચ 2020થી લઇને 30 સપ્ટેમ્બર 2020 દરમિયાન પોતાનો રોજગાર ગુમાવી દીધો હોય. આ સિવાય આવા નવા કર્મચારીઓને પણ નોકરી આપવા પર લાભ મળશે, જે ઇપીએફઓમાં રજિસ્ટ્રર થયા હોય.

નાણા પ્રધાને જાહેરાત કરી છે કે આ સ્કીમનો લાભ મેળવવા માટે 50થી ઓછા કર્મચારીઓની સંખ્યા ધરાવતી સંસ્થાઓને ઓછામાં ઓછા બે લોકો હાયર કરવા પડશે. આ સિવાય 50થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાએ 5 કે તેથી વધુ લોકોની હાયરિંગ કરવી પડશે. નાણા પ્રધાને આંકડાનો ઉલ્લેખ કરતા અર્થવ્યવસ્થામાં સુધારાની વાત કહી છે.

નાણાપ્રધાને કહ્યું કે, અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે અને કોરોના સંક્રમણના કેસમાં ઝડપથી ઘટાડો થયો છે. નિર્મલા સીતારમણે કહ્યું કે એનર્જીના વપરાશમાં ગત વર્ષના મુકાબલે 12 ટકાનો વધારો જોવા મળ્યો છે. GSTનું કલેક્શન 1.05 લાખ કરોડ પાર પહોચી ગયું છે. આ સિવાય રેલ્વેના માલમાં પણ ગત વર્ષના મુકાબલે 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ સિવાય સરકારે 10 સેક્ટર્સને પ્રોડક્શન લિંક્ડ ઇનસેટિવ સ્કીમનો લાભ આપવાની પણ જાહેરાત કરી છે. જેની હેઠળ એડવાન્સ સેલ કેમિસ્ટ્રી બેટરી, ઇલેકટ્રોનિક પ્રોડક્ટ, ઓટો મોબાઇલ કંપોનેટ્સ, સ્ટીલ, ટેક્સટાઇલ ટેલિકોમ એન્ડ નેટવર્કિગ પ્રોડક્ટ્સ, વાઇટ ગુડ્સ, સોલર પ્રોડક્ટ્સને સામેલ કરવામાં આવી છે.

સરકાર તરફથી તેની પર કુલ 1,45,980 કરોડ રૂપિયાની રકમ જાહેર કરવામાં આવશે. એટલુ જ નહી નાણા પ્રધાને પીએમ આવાસ યોજના હેઠળ 78 લાખ રોજગાર સર્જનની વાત કહી છે. નાણા પ્રધાને રિયલ એસ્ટેટ સેક્ટરને ગ્રોથ આપવા માટે ડેવલપર્સ અને હોમ બાયર્સને 2 કરોડ રૂપિયા સુધીના ઘરમાં ટેક્સ છૂટ આપવાની પણ જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published.