/

મહામારી સામે રાજકોટ તંત્ર સજ્જ, મનપા દ્વારા કરાઈ અગત્યની જાહેરાત

ગુજરાતમાં કોરોનાના 44 જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે રાજકોટમાં પણ 5 જેટલા કોરોનાથી પોઝિટિવ કેસ નોંધાયા છે જેના કારણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગત્યની જાહેરાત કરાઈ છે. રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી તંત્ર વધુ સજ્જ થઈ રહ્યું છે. તો કોરોના વાયરસના ડરથી ખાનગી ક્લિનિક બંધ કરનાર સામે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા અગત્યનું નિવેદન આપવામાં આવ્યું છે. મહાનગર પાલિકા દ્વારા તાત્કાલિક સલ્મ વિસ્તારમાં 10 અર્બન ક્લિનિક શરૂ કરાયા છે સાથેજ રાજકોટના તમામ ખાનગી દવાખાના ધરાવતા ડોકટરોએ પોતાના દવાખાના શરૂ કરવા પડશે તેવું મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જો કોઈ વિસ્તારમાં ખાનગી દવાખાનું બંધ હોય તો તે વિસ્તારનાં લોકો અર્બન ક્લિનિકમાં સારવાર લઈ શકશે.

Leave a Reply

Your email address will not be published.