////

કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય, મોંઘવારી ભથ્થામાં બમણો વધારો કર્યો

કેન્દ્ર સરકારે લાખો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ડબલ કરી દીધું છે. જેનો 1.5 કરોડ કર્મચારી અને પેન્શનર્સને લાભ થશે. કેન્દ્રીય શ્રમ અને કર્મચારી મંત્રાલયે વેરિયેબલ (ફેરફારને પાત્ર) માસિક મોંઘવારી ભથ્થુ 105થી વધારી 210 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. નવું DA 1 એપ્રિલ 2021થી લાગુ થશે. સરકારના આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓને લઘુત્તમ વેતનમાં વધારો થશે.

આ પગલાંનો કેન્દ્રીય કર્મચારીઓ, રેલવે, ખાણ, ઓઇલ ફિલ્ડ, પોર્ટના કર્મચારીઓને લાભ મળશે. વધેલુ મોંઘવારી ભથ્થુ કોન્ટ્રક્ટ અને કેજ્યુઅલ બંને કર્મચારીઓને મળશે. આ અંગે ચીફ લેબર કમિશનર ડીપીએસ નેગીએ જણાવ્યું કે, માસિક મોંઘવારી ભથ્થુ 100 ટકા વધારવામાં આવ્યું છે. હવે તે મહિને 105 રૂપિયાને બદલે 210 રૂપિયા કરવામાં આવ્યું છે.

હાલમાં સમગ્ર દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું હોવાથી કર્મચારીઓ માટે આ રાહતની ખબર છે. નોંધનીય છે કે, વેરિયેબલ ડીએ એવરેજ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીઝ વર્કર્સના આધારે નક્કી કરાય છે.

મહત્વનું છે કે, કોરોનાને કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સનું ડીએ છેલ્લા એક વર્ષથી ફ્રીઝ કરી દેવાયું છે. જો કે 1 જુલાઇ 2021થી મોઁઘવારી ભથ્થુ આપવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ બીજી લહેરે માથું ઉંચકતા પાછળથી ઇનકાર કરી દેવાયો હતો. જો એક જુલાઇથી ડીએ આપવાનું અમલ કરાશે તો તેનો 52 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને લાભ મળશે. ડીએના ત્રણ હપ્તા, 1 જાન્યુઆરી 2020, 1 જુલાઇ 2020 અને 1 જાન્યુઆરી 2021 કર્મચારીઓના ખાતામાં આવવાના છે. પરંતુ ક્યારે આવશે તે હજુ નક્કી નથી.

મોંઘવારી ભથ્થુ બે પ્રકારનું હોય છે. પહેલું ઔદ્યોગિક મોંઘવારી ભથ્થુ, બીજુ વેરિયેબલ (પરિવર્તિત) મોંઘવારી ભથ્થુ. જેમાંથી વેરિયેબલ ડીએ દર 6 મહિને રિવાઇઝ થાય છે. રિટેઇલ મોંઘવારીના આધારે કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ અને કામદારો માટે તેને રિવાઇઝ કરે છે. વેરિયેબલ ડીએની ગણતરી ત્રણ માપદંડો પરથી થાય છે.

ડીએ નક્કી કરવા માટેનું પ્રથમ માપદંડ કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ-CPI હોય છે. બીજુ સ્ટાન્ડર્ડ બેઝ અને ત્રીજુ સરકાર તરફથી મંજૂરી. સરકાર જ્યાં સુધી લઘુત્તમ વેતનમાં સુધારો નથી કરતી ત્યાં સુધી કોઇ ત્રીજા માપદંડમાં કોઇ ફેરફાર થતો નથી. સ્ટાન્ડર્ડ બેઝ ઇન્ડેક્સ પણ એક ટાઇપ પીરિયેડ માટે ફિક્સ હોય છે. જ્યારે CPIદર મહિને બદલાતું રહે છે. ૃ

Leave a Reply

Your email address will not be published.