///

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે પંજાબ સરકારનો મહત્વનો નિર્ણય, આ તારીખથી કરફ્યુ લાગુ

દેશ સહિત અનેક રાજ્યોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ વચ્ચે પંજાબ સરકારે સંક્રમણને કાબુમાં લેવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. પંજાબના મુખ્યપ્રધાને રાજ્યમાં કરફ્યુ જાહેર કર્યુ છે.

દેશ સહિત અનેક રાજ્યો હાલમાં કોરોના સામે ઝઝુમી રહ્યાં છે. ત્યારે દરેક રાજ્યો કોરોનાને કાબુમાં લેવા માટે કમર કસી રહ્યાં છે. આ વચ્ચે પંજાબના મુખ્યપ્રધાને પણ રાજ્યના તમામ શહેરોમાં સાંજના 10થી સવારના 5 કલાક સુધી કરફ્યુ લાદી દીધો છે.

પંજાબ સરકારે મહત્વનો નિર્ણય લેતા તમામ શહેરમાં કરફ્યુ લાદ્યો છે. જેની શરૂઆત 1 ડિસેમ્બરથી થશે. આ ઉપરાંત ઉલ્લંઘન કરવા બદલ દંડની પણ જાહેરાત કરી છે.

ઉલ્લેખનિય છે કે કેટલાક સમયથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેના સામે ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્રએ કોરોનાને કાબુમાં કરવા માટે અનેક નિર્ણયો લીધા છે. આ વચ્ચે ગુજરાતમાં પણ હાલમાં 4 શહેરોમાં કરફ્યુ યથાવત છે.

Leave a Reply

Your email address will not be published.