//

વૈષ્ણોદેવીના દર્શનને લઇ જમ્મુ-કાશ્મીર પ્રશાસને લીધો મહત્વનો નિર્ણય

જમ્મુ કાશ્મીરના પ્રશાસને એક મહત્વનો નિર્ણઁય લીધો છે. જેમાં વૈષ્ણોદેવી દર્શને જતા ભક્તોની સંખ્યામાં વધારો કર્યો છે. આવતીકાલથી 15 હજાર શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવી દર્શને જઇ શકશે.

જમ્મુ-કાશ્મીર પ્રશાસને શુક્રવારે એક મહત્વનો નિર્ણય લેતા જણાવ્યું હતુ કે, 1 નવેમ્બરથી દરરોજ 15 હજાર ભક્તોને માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાની છૂટ આપવામાં આવશે. આ પહેલાં કોવિડ-19 પ્રતિબંધોને લીધે ફક્ત 7 હજાર ભક્તોને જવાની મંજૂરી હતી. હવે 1 નવેમ્બર 2020 થી 7,000ના બદલે 15,000 ભક્તોને મંદિરે જવાની મંજૂરી આપવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે કોવિડ-19 મહામારીને પગલે 5 મહિના મંદિર બંધ રહ્યાં હતાં. જે 16 ઓગષ્ટના રોજ ખોલવામાં આવ્યા હતાં. શરૂઆતમાં પ્રશાસને 2,000 લોકોને મંજુરી આપી હતી. જેમાં બહારના 100 યાત્રીઓને મંજૂરી હતી. બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, યાત્રાની નોંધણીમાં કાઉન્ટરો પર ભીડને રોકવા માટે ભક્તોની ઓનલાઇન નોંધણી ચાલુ રહેશે. હાલમાં જમ્મુમાં ઇમારતો, બોર્ડના લોજ SOPના પાલન સાથે ખુલ્લા છે.

Leave a Reply

Your email address will not be published.