///

પંજાબના મોગામાં વાયુસેનાનું MiG-21 વિમાન ક્રેશ, પાઇલટ ઇજાગ્રસ્ત

પંજાબના મોગામાં મોડી રાતે એક વાગ્યાની આસપાસ ફાઈટર જેટ મિગ 21 ક્રેશ થઈ ગયું હતુ. મળતી માહિતી મુજબ ટ્રેનિંગના કારણે પાઈલટ અભિનવ ચૌધરીએ મિગ 21માં રાજસ્થાનના સૂરતગઢથી ઉડાણ ભરી હતી ત્યારબાદ આ વિમાન ક્રેશ થઈ ગયું હતુ. છેલ્લી મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં પાઈલટ અભિનવ ચૌધરીને ઇજા પહોંચી છે.

ઈન્ડિયન એરફોર્સના અધિકારીઓનું કહેવું છે કે મોગાના કસ્બા બાઘાપુરાના ગામ લંગિયાણા ખુર્દ પાસે મોડી રાતે એક વાગે ફાઈટર જેટ મિગ 21 ક્રેશ થઈ ગયું હતુ. ઘટનાસ્થળે પ્રશાસન અને સેનાના ટોચના અધિકારીઓ પહોંચી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.