જાણો કોના પાપે આઠ વર્ષની બાળકીએ ગુમાવી પિતાની છત્રછાયા

રાજકોટના શાપર નજીક આવેલા પારડી ગામે હત્યાના ગુનામાં નિર્દોષ છુટેલા યુવાનની હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસના જણાવ્યા પ્રમાણે મિતેશ જાદવ નવ માસ પૂર્વે જ હત્યાના ગુનામાં નિર્દોષ છૂટયો હતો. ત્યારે આજરોજ દિલીપ પરમાર, દિપક પરમાર, હરખો પરમાર સહિતના શખ્સોએ મિતેષ જાદવ સાથે ઝઘડો કરી માથાના ભાગે બેલાનો ઘા ઝીંકી દેતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં શાપર પોલીસ, એલ.સી.બી અને. એ.સો.જી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તો સાથે જ પંચનામા ની કાર્યવાહી કરી મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

આઠ વર્ષની બાળકીએ ગુમાવી પિતાની છત્રછાયા

પોલીસના જણાવ્યા પ્રમાણે મિતેશ જાદવને સંતાનમાં આઠ વર્ષની પુત્રી છે ત્યારે મીતેશ જાદવ ની હત્યા થતાં આઠ વર્ષની બાળકીને પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે તો સાથે જ પરિવારની અંદર શોકનું મોજુ ફરી વળ્યું છે. તો છેલ્લા નવ માસથી તે નિર્દોષ છૂટતાં પરિવારનું ગુજરાન ચલાવવા તે મજુરી કરતો હતો.

મૃતક નવ માસ પહેલા જ હત્યાના ગુનામાં નિર્દોષ જાહેર થયો હતો

મૃતક મિતેશ જાદવ વિરુદ્ધ વર્ષ 2014ની સાલમાં હત્યાનો ગુનો નોંધાયો હતો જે બાદ હિતેશ જાદવ ની રાજકોટ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી તેને જેલ હવાલે પણ કર્યો હતો જોકે છેલ્લા નવ માસથી તે નિર્દોષ જાહેર થતાં તે તેના પરિવાર સાથે પારડી ગામે રહેતો હતો.

Leave a Reply

Your email address will not be published.