
ભારત અને સમગ્ર વિશ્વ પર કોરોના સંકટ યથાવત જોવા મળી રહ્યો છે. કોરોનાની મહામારીના કારણે દેશ અને રાજ્યમાં આર્થિક કટોકટીમાં આવી ગઈ છે.. એક બાજુ રાજ્યમાં ધંધા રોજગાર ઠપ બન્યા છે તો બીજી બાજુ કોરોના દેશના અર્થતંત્ર પર પણ કહેર બની રહ્યો છે. કોરોનાના કારણે લોકો આર્થિક પરિસ્થિતિ નબળી બની છે. વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલા દેશ વ્યાપી લોકડાઉનનું નાગરિકો પાલન કરી રહ્યા છે અને દેશને કોરોના મુક્ત કરવા સતત સહયોગ આપી રહ્યા છે તો લોકડાઉનના કારણે દેશની આર્થિક અને ધંધાકીય સ્થિતિ પર મોટો ફટકો પડી રહ્યો છે જેની અસર આવનારા દિવસોમાં દેશના નાગરિકો પર પડવાની છે જેમાં ઘણાં લોકોને પોતાના બાળકોની ફી ભરવા માટે આર્થિક કટોકટીનું સર્જન થશે જેની સીધી અને માનસિક અસર બાળકોના ભણતર પર પડી શકે છે આવી પરિસ્થિતિમાં આર્થિક કટોકટીની અસર બાળકોના શિક્ષણ પર ના પડે તે હેતુથી સ્કુલોના વિદ્યાર્થીઓની ત્રણ મહિનાની ફી માફ કરવા સામાજિક કાર્યકર અને યુવા નેતા જયેશ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અને આગામી વર્ષ દરમિયાન ફી વધારો ન કરવામાં આવે તેવી પણ ભલામણ કરવામાં આવી છે.